Gujarat

યોગ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને આત્માની શાંતિનું અનુપમ સમાધાન : રાજ્યપાલ

ગાંધીનગર : ભૌતિકવાદના આ વિશ્વમાં સમસ્ત માનવજાત તણાવમાં છે, ત્યારે એકમાત્ર યોગ (Yog) જ મન, બુદ્ધિ, ચિત્ત અને આત્માની શાંતિનું અનુપમ સમાધાન છે. યુવા પેઢી નિયમિત રૂપે ભારતીય યોગ વિદ્યાનું અનુસરણ કરે તો જીવનમાં અવશ્ય લાભ થાય તેમ છે, તેવું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વ્યક્તિ યોગને પોતાની દિનચર્યાનો ભાગ બનાવે એવો અનુરોધ કરતાં કહ્યું હતુ કે ધર્મ, અર્થ અને કામ કરતાં કરતાં મોક્ષ પ્રાપ્તિ માટે ઈચ્છુક વ્યક્તિ માટે ઉત્તમ સ્વાસ્થ્ય એ મુખ્ય આધારસ્તંભ છે. સંતુલિત ખાન-પાન અને નિયમિત દિનચર્યા જ ઉત્તમ સ્વાસ્થ્યનો આધાર છે. જો આપણે આવી જીવનશૈલી અપનાવીશું તો નિશ્ચિત રૂપે, સુખપૂર્વક, નિરોગી અને લાંબુ જીવન જીવી શકીશું.

Most Popular

To Top