National

જ્યાં સુધી તેઓ કાયદેસર રીતે કામગીરી કરે છે ત્યાં સુધી ભારતમાં ચીનનું રોકાણ સંભવ: MoS IT ચંદ્રશેખર

નવી દિલ્હી: ભારતના (India) ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક મોટા નિવેદનની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સરહદી અથડામણ છતાં ભારત ચીનના (China) રોકાણ માટે ખુલ્લો છે. ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું હતું કે અમે કોઈપણ કંપની સાથે ગમે ત્યાં સુધી વ્યાપાર કરવા માટે તૈયાર છીએ જ્યાં સુધી તેઓ કાયદેસર રીતે તેમનો વ્યવસાય કરે છે અને તેનું સંચાલન કરે છે અને ભારતીય કાયદાઓનું પાલન કરે છે.

નવી દિલ્હીએ 2020 માં બંને દેશો વચ્ચેની સરહદ અથડામણ પછી ચીની વ્યવસાયોની તપાસમાં વધારો કર્યો હતો. જે બાદ સ્વદેશી અપનાવો અભિયાન અંતર્ગત ટિકટોક સહિત 300 થી વધુ ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેથી હવે ભારતે પણ ચીની કંપનીઓના રોકાણની તપાસ વધુ તીવ્ર બનાવી છે. ભારત સરકારે તાજેતરમાં ચીનની ઇલેક્ટ્રિક કાર નિર્માતા BYD અને તેના હૈદરાબાદ સ્થિત ભાગીદાર મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ (MEIL) દ્વારા ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે USD 1 બિલિયનના રોકાણ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.

કથિત રીતે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને કારણે ભારતે BYD અને Megha Engineering and Infrastructures Ltd.ની યોજનાને કથિત રીતે કાઢી નાખી હતી. મળતા માહિતી મુજબ ચાઇનીઝ હોમગ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ચિંતાનો વિષય છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે માર્ચ 2023 માં જણાવ્યું હતું કે ભારત સરકાર ભારત સાથે જમીનની સરહદ વહેંચતા દેશોના વિદેશી રોકાણો પર થોડા વર્ષો પહેલા મૂકવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવાનું વિચારી રહી નથી. “ચાઇના/હોંગકોંગના રોકાણકાર/લાભકારી માલિક સાથે પાછલા વર્ષ અને ચાલુ વર્ષ દરમિયાન મળેલી 54 FDI દરખાસ્તો 21 માર્ચ, 2023 સુધી સરકાર પાસે નિર્ણય માટે પેન્ડિંગ છે.

2020 માં વિવાદિત હિમાલયન ક્ષેત્રમાં તેના સૈનિકો વચ્ચે અથડામણ થતાં બંને દેશો વચ્ચે રાજકીય તણાવ વધતાં ભારતે ચીન પાસેથી રોકાણ મર્યાદિત કરવાની માંગ કરી હતી. પ્રતિબંધોમાં ભારત સાથે જમીનની સરહદ વહેંચતા દેશના લાભકારી માલિકોને રોકાણ માટે તેની સરકારની મંજૂરી મેળવવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે દેશ કોવિડ-19 રોગચાળાથી ગંભીર રીતે પ્રભાવિત હતો ત્યારે ભારતીય કંપનીઓના પ્રતિકૂળ ટેકઓવરને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું.

Most Popular

To Top