National

ફૂટબોલ ફેડરેશનમાં મતાધિકાર આપવાના નિર્ણયને માજી ભારતીય ખેલાડીઓએ આવકાર્યો

નવી દિલ્હી: દિગ્ગજ માજી ફૂટબોલર બાઇચૂંગ ભુટિયા (Baichung Bhutia) અને સંદેશ ઝિંગન સહિતના ભારતના માજી અને હાલના ફૂટબોલરોએ શુક્રવારે સુપ્રીમ કોર્ટના આદેશ(Supreme Court order) પછી ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (India Football Federation)એઆઇએફએફની ચૂંટણીમાં માજી ખેલાડીઓને મતાધિકાર આપવાના પગલાંને આવકાર્યો હતો. જો કે રાજ્ય એસોસિએશન આ નિર્ણયથી ખુશ નથી.

એઆઇએફએફની કાર્યકારી કમિટીની ચૂંટણી કરવાનો નિર્દેશ આપ્યો
સુપ્રીમ કોર્ટે 3 ઓગસ્ટે રાજ્ય ફૂટબોલ એસોસિએશનના 36 પ્રતિનિધિઓ અને 36 માજી ફૂટબોલ ખેલાડીઓ મળીને એક ઇલેકટોરલ કોલેજની રચના કરીને એઆઇએફએફની કાર્યકારી કમિટીની ચૂંટણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. વૈશ્વિક ફૂટબોલ સંસ્થા ફિફાએ જો કે એઆઇએફએફને મોકલેલા એક પત્રમાં લખ્યું હતું કે બંધારણના મુસદ્દામાં કાર્યકારી કમિટીમાં 50 ટકાને બદલે 25 ટકા ખેલાડીઓના પ્રતિનિધિત્વ પર સહમતિ અપાઇ હોવાથી ઇલેકટોરલ કોલેજમાં રાજ્ય એસોસિએશનના પ્રતિનિધિઓ અને માજી ખેલાડીઓની સંખ્યા સરખી હોવી બુદ્ધિગમ્ય નથી.

Most Popular

To Top