Dakshin Gujarat

વલસાડમાં દમણગંગામાંથી 55 મીટરના લેવલથી પાણી ઊંચકી ડુંગરો કાપી રસ્તો બનાવાયો

વલસાડ(Valsad): કપરાડા(Kaprada) તાલુકાના અસ્‍ટોલ(Astrol) ખાતે દમણગંગા(DamanGanga) (River) પર રૂા. ૫૮૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ના ડ્રીમ પ્રોજેક્ટ અસ્‍ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીખલી ખુડવેલ ખાતેના કાર્યક્રમમાં 10 જૂનના રોજ કરશે. યોજના થકી ધરમપુર અને કપરાડાના ૧૭૪ ગામો અને ૧૦૨૮ ફળિયા માટે શુધ્‍ધ પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવશે.

  • વડાપ્રધાને 2018મા જૂજવામાં 586 કરોડની અસ્ટોલ યોજનાનું વેચ્યુલી ખાતમુર્હૂત કર્યું અને હવે લોકાર્પણ પણ કરશે
  • કપરાડા તાલુકાના વાવર ગામે 1853 ફૂટની ઊંચાઈ એટલે કે 200 માળની ઊંચાઈ સુધી પાણી લઈ જવામાં આવ્યું

આ યોજનાની 95 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. યોજના થકી ધરમપુર કપરાડાના 4.50 લાખથી વધુની આદિજાતિની વસ્તીને દેનિક 7.50 લાખ કરોડ લિટર પીવાનું પાણી પહોચાડાશે. યોજનામાં મેઈન પાઇપ લાઇન 74.77 કી.મી.અને ગ્રેવીટી મેઈન ડીસ્ટ્રીબ્યુસન નેટવર્ક 795 કી.મી.છે.

અસ્ટોલ યોજનામાં ઇજનેરી કૌશલ્યની ખરી અગ્નિ પરીક્ષા થઈ
અસ્ટોલ યોજના જ્યાં બની છે, એ સંપૂર્ણ વિસ્તાર ડુંગરાળ છે. અહીં ઇજનેરી કૌશલ્યની ખરી અગ્નિ પરીક્ષા થઈ છે. અહી સમતોલ જમીન નહીં હોવાથી ડુંગરો કાપી રસ્તા અને સમતલ જમીન બનાવી વાહનો લઈ જવાયા છે. ત્રિ ઢોળાવવાળા અત્યંત જોખમી રસ્તો હોવાં છતા માલ સામાનને 2.3 લિફ્ટમાં રિકાર્ટિંગ કરી માલ સામાન પહોંચાડી પાણીની પાઇપ લાઇનો નાખી પાણી પહોચાડવામાં આવ્યું છે.

200 માળની ઊંચાઈ સુધી પાણી લઈ જવામાં આવ્યું
મધુબન જળાશયમાં ટીસ કરી ગામ નજીક દમણ ગંગા નદીમાંથી 55 મીટરના લેવલથી પાણી ઊંચકી કપરાડા તાલુકાના વાવર ગામે આશરે 620 મીટર એટલે કે સરેરાશ 1853 ફૂટની ઊંચાઈ એટલે કે 200 માળની ઊંચાઈ સુધી પાણી લઈ જવામાં આવ્યું છે. આટલી ઊંચાઈ ઉપર પાણી પહોંચાડવા માટે મલ્ટી સ્ટેજમાં પંપિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જેમાં 15 હોર્સ પાવરથી લઈ 300 હોર્શ પાવરની પંપિંગ મશીનરી નાખવામાં આવી છે.

પાઇપ લાઇન પાર નદીમાંથી પસાર કરાઈ
આ યોજના રાજ્યની પાણી પુરવઠા યોજનાઓમાંની મહત્તમ દબાણની સફળ પાઇપ લાઈન ગણી શકાય તેમ છે. ધરમપુર તાલુકામાં પાણી પહોચાડવા મુખ્ય પાઇપ લાઇન પાર નદીમાંથી પસાર કરાઈ છે. જેને લઇ પાઇપ લાઈન ઉપર 40 કિલોગ્રામ જેટલું દબાણ આવતું હોય ત્યાં 12 એમ.એમ જાડાઈના એમ.એસ.પાઇપ નાખી તેની ઉપર સ્લુઝ વાલવ, નોન રિટર્ન વાલવ સહિત ફીટ કરી 40 કિલોના ભારે દબાણથી પાણી સિંગાર માળ તથા સમરસિંગી હેડ વર્કસ સુધી પહોચાડવામાં આવ્યું છે.

દરેક ઘરોમાં પાણી પૂરૂ પાડવામાં આવ્‍યું
પાણી પુરવઠા વિભાગે પ્રેઝટેશન દ્વારા અત્‍યાર સુધી ૧૫૧ ગામો અને ૯૬૧ ફળિયાઓમાં પાણી પુરવઠો શરૂ કરાયો છે, તેવો ઉલ્લેખ કર્યો હતો, વાસ્‍મોએ ધરમપુર અને કપરાડાના ૯૧૫ ફળિયામાં પાણીના વિતરણની લાઇનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે ૨૮૭ ગામોમાં કામગીરી પ્રગતિમાં છે તેમજ ૫૫૮ ફળિયામાં અસ્‍ટોલ જૂથ યોજના સાથે જોડાણ કરીને નલ સે જળ યોજના અંતર્ગત દરેક ઘરોમાં પાણી પૂરૂ પાડવામાં આવ્‍યું છે.

Most Popular

To Top