National

શરદ પવારના પગલે NCPમાંથી ધડાધડ રાજીનામા પડવા લાગ્યા, આ નેતાએ પક્ષ છોડ્યો

મુંબઈ: શરદ પવારના NCP અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. હવે તમામની નજર NCPના નવા પ્રમુખના નામની જાહેરાત પર મંડાયેલી છે, ત્યારે પક્ષમાં ધમાચકડી મચી છે અને શરદ પવારના પગલે બીજા નેતા, કાર્યકરો પક્ષમાંથી રાજીનામા આપવા માંડ્યા છે.

શરદ પવારે NCP અધ્યક્ષ પદ છોડ્યા બાદ NCPમાં રાજીનામાનો તબક્કો શરૂ થઈ ગયો છે. સમાચાર આવ્યા છે કે NCP નેતા જીતેન્દ્ર આવ્હાડે પાર્ટીના રાષ્ટ્રીય સચિવનું પદ છોડી દીધું છે. શરદ પવારના રાજીનામાથી ઘણા નેતાઓ ખુશ નથી અને શરદ પવારને રાજીનામું પાછું ખેંચવા માટે સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

જિતેન્દ્ર અવહાને કહ્યું કે મેં એનસીપીના રાષ્ટ્રીય મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને મેં મારું રાજીનામું એનસીપી ચીફ શરદ પવારને મોકલી દીધું છે. પવારના રાજીનામા બાદ થાણે એનસીપીના તમામ પદાધિકારીઓએ પણ રાજીનામું આપી દીધું છે. 

NCPના નવા અધ્યક્ષની પસંદગી કરવા માટે મુંબઈના YB ચવ્હાણ સેન્ટરમાં NCP નેતાઓની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં NCPના વરિષ્ઠ નેતાઓ હાજર છે. શરદ પવારે જાહેરાત કરી હતી કે એક સમિતિ નવા પ્રમુખની પસંદગી કરશે. હવે તમામની નજર NCPની આ બેઠક પર ટકેલી છે. 

તમને જણાવી દઈએ કે આ બેઠક પહેલા અજિત પવારના ઘરે NCP નેતાઓની બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ અને ઘણા ધારાસભ્યો પણ પહોંચ્યા હતા. અજિત પવાર અને સુપ્રિયા સૂલેના નામ નવા અધ્યક્ષ તરીકે ચર્ચામાં છે.

દેશના રાજકારણને મોટો ફટકો
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે શરદ પવારના રાજીનામા પર કહ્યું કે શરદ પવારનું રાજીનામું દેશની રાજનીતિ માટે મોટો ઝટકો છે. જો તેણે આ નિર્ણય લીધો હોય તો દેશ અને મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી જાય તે સ્વાભાવિક છે. આગામી દિવસોમાં અમારે શું કરવાનું છે તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. અમે સમગ્ર વિકાસ પર નજર રાખી રહ્યા છીએ. 

‘મહાવિકાસ અઘાડીને અસર નહીં થાય’
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ NCPમાં ચાલી રહેલા ઝઘડા પર કહ્યું કે શરદ પવારના NCP પ્રમુખ પદ છોડવાથી મહાવિકાસ અઘાડી ગઠબંધનને કોઈ અસર થશે નહીં. નાના પટોલેએ કહ્યું કે આ NCPનો આંતરિક મામલો છે. 

Most Popular

To Top