SURAT

સુરતમાં સરકાર સામે સીટી બસ ચાલકોનો વિરોધ ઉગ્ર બન્યો, પોલીસ તંત્ર દોડતું થયું

સુરત: સુરતની મહાનગર પાલિકા હાલ નુકશાન ભોગવીને સીટી બસો ચલાવી રહી છે. દરમિયાન સીટી બસના ડ્રાઇવરોએ વર્ષના પ્રથમ દિવસે જ સરકારના નવા હિટ એન્ડ રનના કાયદા વિરુધ્ધ ત્રણ દિવસીય હડતાલની જાહેરાત કરી હતી. ત્યારે હડતાલને લઈ પાલિકાને કરોડો રૂપિયાનું નુકશાન થયુ હોવાનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે. તેમજ બીજા દિવસે સુરતમાં સરકાર સામે સીટી બસ ચાલકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. હાલમાં 50 ટકા ડ્રાયવરોને સીટી બસ ચલાવવા મનાવી લેવાયા છે. પરંતુ બસો ફરી દોડાવનારા આ ડ્રાઇવરો ઉપર આજે હુમલાઓ કરવામાં આવ્યા હતાં.

કેન્દ્ર સરકારે ડ્રાઈવરો વિરુદ્ધ બનાવવમાં આવેલા કાયદાના વિરુધ્ધમાં શરૂ થયેલી હડતાલને પગલે ગઇકાલે સુરતમાં ડ્રાઈવરોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ અકસ્માતમાં મોત થશે તો ડ્રાઇવરને 10 વર્ષની સજા અને 7 લાખનો દંડના કાળા કાયદાનો સુરત સીટી બસના ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા હોવાના અહેલો સામે આવ્યા છે.

હાલમાં હડતાલ ઉપર ઉતરેલા સીટી બસના અડધા ડ્રાઇવરોને મનાવી ફરી સીટી બસોને દોડતી કરાઇ છે. ત્યારે અન્ય વિરોધ કરી રહેલા ડ્રાયવરોએ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર કર્યું હતું. તેમજ હાલ બસો ચલાવી રહેલા ડ્રાઇવર ઉપર હુમલો કરી બસમાં તોડફોડ કરી હતી.

સમગ્ર મામલે આજે શહેરના ડુમ્મસ રોડ પર સીટી બસમાં તોડફોડ કરી ડ્રાયવર પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ બસમાં પણ તોડફોડ કરી હતી. આ હુમલો સીટી બસ શરૂ થઈ હોવાથી અન્ય ડ્રાયવરોએ વિરોધના સ્વરૂપમાં કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સમગ્ર મામલે મામલો થાળે પાડી તપાસ શરૂ કરી હતી.

થોડા દિવસ પહેલાં જ ડ્રાઇવરો હડતાલ ઉપર ઉતર્યા હતા
આ પહેલા પણ 28 ડિસેમ્બના રોજ પણ ડ્રાઇવરો હડતાલ ઉપર ઉતરી જતા શહેરના નાગરિકોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમજ સુરત મનપાને પણ મોટું નુકશાન થયું હતું. દરમિયાન ફરી થયેલી હડતાલ બાદ ફરી શહેરના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

ગઇકાલે હજીરામાં ટ્રક-ટેલર્સના ડ્રાઈવર્સ પણ હડતાળ પર ઉતર્યા હતા
ગઇકાલે હજીરા વિસ્તારમાં નેશનલ હાઇવે ઉપર ટ્રક અને ટેલરના ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતર્યા હતાં. તેમજ પાંચ કિલોમીટર સુધીના હાઇવે ઉપર ટ્રાફિક જામ અને ચક્કા જામ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ઈચ્છાપોર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસેના સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હતી.

Most Popular

To Top