Dakshin Gujarat

જંબુસરમાં સ્મશાનયાત્રા કાઢી અનોખી રીતે કરવામાં આવે છે ધૂળેટીની ઉજવણી, જુઓ વીડિયો

ભરૂચ: જંબુસર નગરની પાંજરાપોળ પટેલ ખડકીમાં હોળી પર્વે ઈલ્લાજીની માટીની પ્રતિમા બનાવી ધુળેટીના દિને સવારે પૂર્વજોની પરંપરા મુજબ તેની સ્મશાનયાત્રા કઢાઈ હતી. વર્ષોથી વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જે બાદ ધુળેટીનો તહેવાર મનાવાશે. જંબુસરમાં આવેલી પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં તેમના બાપ-દાદાઓના સમયથી પરંપરાગત રીતે અનોખી હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે.

  • જંબુસર ટાઉનમાં પટેલ ખડકીમાં પરંપરા મુજબ અનોખી રીતે હોળીની ઉજવણી કરાઇ
  • ઈલ્લાજીની માટીની પ્રતિમા બનાવી નનામી ઉપર સુવડાવી પૂજા આરતી કરી કઢાય છે સ્મશાન યાત્રા
  • હોળીકા દહન થયા બાદ બીજા દિવસે હરણ્ય કશ્યપના ઘરે ગયેલા ઈલ્લાજીને માત્ર રાખ મળતા જેમાં આળોટતા ઉતપન્ન થયા ધુળેટીના રંગો

ધૂળેટીના દિવસે જંબુસરના આ ગામમાં હોલીકાના પ્રેમીની કાઢવામાં આવે છે અર્થી…

પટેલ ખડકીમાં રહેતા લોકો દ્વારા પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટી લાવીને ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે. જેના ઉપર ફળિયાના યુવાનો તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ ઈલ્લાજીને નનામીમાં સુવડાવી ફૂલહાર ચઢાવી આરતી ઉતારી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપે છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાપ- દાદાના સમયથી ચાલતી આવેલી લોકવાયકા મુજબ ઈલ્લાજી હોલીકાનો પ્રેમી હતો અને હોળીકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. જેના બીજા દિવસે ઇલ્લાજી તેની સાથે લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે. હોલિકાનું દહન થઈ ગયું હતું તે સમયે તેની રાખ જોઈને તેને ઘણુંજ દુઃખ થતા તેનું મન વિચલિત થઈ જાય છે.

ઈલ્લાજી ભાવવિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે અને તે સમયે અલગ-અલગ રંગો ઉત્પન્ન થાય છે. લોકવાયકા મુજબ હોળીના બીજા દિવસે ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. ખડકીમાં રહેતા લોકો તેની યાદમાં હોળીના દિવસે ઈલ્લાજીની પ્રતિમાનું સ્થાપન કરીને બીજા દિવસે સ્મશાનયાત્રા કાઢીને વર્ષોની પરંપરાને નિભાવી રહ્યાં છે.

Most Popular

To Top