Editorial

કાશ્મીર છોડવું પડે તો હિન્દુસ્તાનમાં પોતાની જાતને મર્દ કહેડાવનારાઓને બંગડી પહેરાવો

કાશ્મીરમાં પંડિતો પર હુમલા વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં સાત લોકોની હત્યા કરવામાં આવી તેમાં ચાર હિંદુઓ હોવાનું સામે આવ્યું છે. પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડરને પગલે અનેક કાશ્મીરી પંડિતો હિજરત કરવા લાગ્યા છે. આ જાણકારી કાશ્મીરી પંડિતોના સંગઠન દ્વારા આપવામાં આવી છે. આ સંગઠને કહ્યું હતું કે અનેક પંડિતો કાશ્મીર ઘાટી છોડી રહ્યા છે અને જમ્મુ તરફ જઇ રહ્યા છે. જ્યારે પ્રશાસને કહ્યું હતું કે હિંદુઓ અને અન્ય કાશ્મીરી લઘુમતી કર્મચારીઓને 10 દિવસની રજા આપવામાં આવી છે. શ્રીનગરમાં હાલમાં જ એક સરકારી સ્કૂલમાં આચાર્યા અને એક શિક્ષિકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પાંચ દિવસમાં કુલ સાત નાગરિકોની આ રીતે હત્યા કરવામાં આવી છે. કાશ્મીરી પંડિતોને ડર છે કે ફરી 1990 જેવો કોઇ મોટો હુમલો કરવામાં આવી શકે છે. જેને પગલે તેઓ હિજરત કરવા લાગ્યા છે.

બીજી તરફ શ્રીનગરમાં સ્કૂલના આચાર્યા સુપિંદર કૌર અને શિક્ષક દીપક ચાંદની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ બન્નેના અંતિમસંસ્કારમાં અનેક લોકો જોડાયા હતા. આંખોમાં આંસુ સાથે આ બન્નેને લોકોએ વિદાય આપી હતી જ્યારે આરોપીઓ સામે કાર્યવાહીની માગણી કરી હતી. મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો અને શીખ સમુદાયના લોકો એકઠા થયા હતા. જ્યારે વધી રહેલી હત્યાઓને પગલે નાગરિકોની સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

તો બીજી તરફ કાશ્મીરી પંડિતો જે પણ સ્થળે સરકારી નોકરી હાલ કરી રહ્યા છે ત્યાંથી તેમને સુરક્ષીત સ્થળે ટ્રાન્સફર કરવાનો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. જોકે તેમ છતા ઘાટીમાંથી મોટા પ્રમાણમાં કાશ્મીરી પંડિતો હિજરત કરવાની તૈયારી કરી રહ્યા છે. કાશ્મીરી પંડિતોએ સરકારને યોગ્ય પગલા લેવા માટે ૨૪ કલાકનો સમય આપ્યો હતો, જે પુરો થયા બાદ સમૂહિક રીતે હિજરત કરવાની ચીમકી આપી હતી. જેને પગલે ભીસમાં આવેલા પ્રશાસને આદેશ જારી કર્યો છે કે જે પણ કાશ્મીરી પંડિતો કે બિનકાશ્મીરી નાગરિકો હાલ ઘાટીમાં સરકારી કામ કરી રહ્યા છે.

તેઓને આગામી છ જુનથી સુરક્ષીત સ્થળે પોસ્ટિંગ આપવામાં આવશે. મે જ્યારથી જન્મ લીધો ત્યારથી મને શીખવાડવા માં આવેલું કે હું જન્મજાત હિન્દુસ્તાની છું. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન કે બોદ્ધ પછી છું. પહેલા હું એક ભારતીય છું. મને એ પણ શીખવવામાં આવેલું કે, કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે. પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે કે કાશ્મીર માં રહેતા બિન કાશ્મીરીઓ હિન્દુસ્તાનમાં નહીં પરંતુ કોઈ બીજા દેશ માં રહે છે. પોતાના જ દેશમાં શરણાર્થી તરીકે રહેવું પડે એનાથી મોટી પીડા કઈ હોઈ શકે.

કોઈને પણ કહેતા શરમ આવે છે કે અમારા જ દેશમાં અમારા જ માણસો એ શરણાર્થી થવું પડે છે. એના માટે સરકાર તો જવાબદાર છે જ પરંતુ એના થી મોટી જવાબદાર હિન્દુસ્તાન ની પ્રજા છે. આ પ્રજામાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન અને બોદ્ધ તમામ નો સમાવેશ થઈ જાય છે. એનું કારણ એ છે કે, હિન્દુસ્તાની ઓ નું પુરુષત્વ ખતમ થઈ ચૂક્યું છે. પેલા છુપાઈ છુપાઈ ને ગોળી મારનારા આતંકવાદી અને પાકિસ્તાનમાં બેસીને કતલેઆમ કરનારા તો નૈતિકતાના ધોરણે પહેલે થી જ હીજડા છે પરંતુ આવી સ્થિતિમાં હિન્દુસ્તાની ઓ કેમ હાથ પર હાથ મૂકી ને બેઠા છે.

મંદિર બનાવવું કે મસ્જિદ તોડવું એ દેશનો મોટો પ્રશ્ન નથી. અત્યારે દરેક માધ્યમમાં એની ચર્ચા ચાલી રહી છે. પણ આપણા જ ઘરમાંથી આપણે બહાર નીકળવું પડે એનાથી કરુણ સ્થિતિ કઈ હોઈ શકે? કાશ્મીર ફાઈલ મૂવી આવ્યું ત્યારે તે જોઈને હિન્દુસ્તાની ઓ દેશપ્રેમની મોટી મોટી વાત કરતા હતા. પણ હકીકત એ છે કે મૂવી મનોરંજન માટે જ હોઈ છે. મૂવી જોવાની વાતને દેશ સાથે કંઈ જ લાગતું વળગતું નથી. પરંતુ હવે સમય આવી ગયો છે મર્દાનગી બતાવવાનો. જેટલા લોકો કાશ્મીર છોડે છે એના કરતાં દસ ગણા લોકોએ કાશ્મીરમાં જઈને વસવું જોઈએ.

એ લોકોને બતલાવી દેવું જોઈએ કે તમને એક ને મારી ને ડર ઊભો કરવાની કોશિશ કરશો તો બીજા 1000 હિન્દુસ્તાની કાશ્મીરમાં આવીને રહેશે. ઈઝરાયલ પણ એવો જ દેશ છે. ત્યાંનો નિયમ છે કે કોઈ આરબ આતંકવાદી તેના એક દેશવાસી ને મારે તો તે લોકો 10 આતંકવાદીને મારે નહીં ત્યાં સુધી ચેન થી બેસતાં નથી. ત્યારે આપણા જ દેશમાંથી આપણા જ લોકો એ હિજરત કરવી પડે એનાથી શરમજનક બાબત કઈ હોય શકે? પરંતુ આ વાત સાચી છે આવું નજરની સામે જ બની રહ્યું છે. તેમ છતાં હિન્દુસ્તાની ચૂપ છે એટલે તેમને બંગડી પહેરાવી દેવી જોઈએ. ચૂપચાપ તમાશો જોવા વાળાને હીજડા જ કહી શકાય.

Most Popular

To Top