Madhya Gujarat

મહેમદાવાદમાં હોમગાર્ડની CPRથી હાર્ટએટેકના દર્દીનો જીવ બચ્યો

મહેમદાવાદ : સામાન્ય જીવન જીવી રહેલા માનવીઓને પણ હાર્ટએટેક રોગનો ભોગ બનતા હોવાનું છેલ્લા એકાદ વર્ષથી વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. નવરાત્રી પર્વની ઉજવણી દરમિયાન પણ નાની વયે હાર્ટએટેકનો ભોગ બનેલ વ્યકિતઓના મૃત્યુ થવાની બાબત ચિંતાજનક બની હતી. ત્યારે મહેમદાવાદ તાલુકાના એક વ્યક્તિને ચાલુ બાઈક દરમિયાન જ હાર્ટએટેક આવવાનો બનાવ બન્યો હતો.જોકે સદનસીબે મહેમદાવાદના હોમગાર્ડ જવાનની તાત્કાલિક પીસીઆર સેવાથી હાર્ટએટેકના દર્દીને જીવતદાન મળ્યું છે.

મહેમદાવાદના રીંછોલ ગામના ચંદુભાઈ ગોહેલ ઉ. વ. 55 પોતાના અંગત કામકાજ હેતુસર પોતાના ગામથી બાઇક લઇને નીકળ્યા હતા. તેઓ મહેમદાવાદની અકલાચા ચોકડીથી સરસવણી તરફ બાઈક લઈને જઈ રહ્યા હતા. તે દરમ્યાન ચાલુ બાઈક પર છાતીમાં દુખાવો થતા ત્યાં જ ઢડી પડ્યા હતા. ચાલું બાઇક પરથી રસ્તામાં નીચે ઢડી ગયેલ વ્યક્તિની બાઈકની પાછળ જ થોડાક અંતરે આવતા હોમગાર્ડ જવાનોની નજરે આ બનાવ બન્યો હતો. જેથી તેઓએ ઝડપથી ઢળી પડેલ વ્યક્તિ પાસે પહોંચીને તાત્કાલિક પીસીઆર સેવા શરૂ કરી દીધી હતી. પીસીઆર વાનમાં ફરજ બજાવતા મહેમદાવાદ યુનિટના બે હોમગાર્ડ જેસંગભાઈ વાઘેલા અને અબ્દુલ કાદર મલેક નામના બન્ને જવાનોએ ફરજના ભાગરૂપે તાલીમ દરમ્યાન શીખેલ પદ્ધતિનો ઉપયોગ કરીને તાત્કાલિક સીપીઆર આપતાં રસ્તામાં જ ઢળી પડેલ વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. બાદ તેમને નજીકની ખાનગી હોસ્પિટલામાં મોકલી આપ્યા હતા.

હૃદયરોગના હુમલાથી બચવા નિયમીત કસરત જરૂરી
v દરરોજ એક્સસાઈઝ કરો અને પોતાની તંદુરસ્તી સારી રાખો.
v પોષક તત્વોથી ભરપૂર ડાયેટ લો અને જંક ફૂડ અવોઈડ કરો.
v સ્મોકિંગ, દારૂ સહિત કોઈ પણ પ્રકારના નશા કરવાથી બચો.
v સમય સમય પર પોતાના હાર્ટનું રેગ્યુલર ચેકઅપ જરૂર કરો
v ડાયાબિટીસ, બીપી કે ફેફસાની મુશ્કેલી હોય તો સતર્ક રહો.

હાર્ટએટેક આવતાં જ તાત્કાલિક કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન શરૂ કરવી જરૂરી
જો તમને નજર આવે કે, તમારી નજીક કોઈ વ્યક્તિ શ્વાસ લેવા માટે હાંફી રહ્યું તો સૌથી પહેલા તમારે તેની નાડી ચેક કરવાની જરૂર છે. નાડીની તપાસ કર્યા બાદ એક રીત એ છે કે, વ્યક્તિનું કાંડુ અથવા ગરદન પર બે આંગળીઓ રાખવી અને એક મજબૂત તથા એક સ્થિત ધબકારો અનુભવવો. તમારા કાનને વ્યક્તિની છાતી પર રાખીને હૃદયના ધબકારા તપાસવા. જો તમે પલ્સ શોધી શકતા નથી અથવા વ્યક્તિ શ્વાસ નથી લઈ તો તમારે તાત્કાલિક કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) શરૂ કરવું જરૂરી છે. હાર્ટ એટેક દરમિયાન ખૂબ જ પરસેવો, ઘણીવાર ઠંડી અને ચીકણી ત્વચા સાથે ચક્કર આવવા. અતિશય થાક લાગે છે. આ દરમિયાન જો તમને પલ્સ ન મળે તો તાત્કાલિક CPR શરૂ કરી દેવું. જ્યારે વ્યક્તિ શ્વાસ ન લઈ રહ્યું હોય હોય અથવા માત્ર હાંફી રહ્યું હોય તો તરત જ CPR શરૂ કરવું મહત્વપૂર્ણ છે. CPR હૃદય અને મગજ સુધી ઓક્સિજન અને રક્ત પંપ કરવા માટે બચાવ કરીને શ્વાસ અને છાતીને દબાવવાનો ઉપયોગ કરે છે.

પોલીસ દ્વારા મળેલ CPR તાલીમ જીવતદાન માટે મહત્વપૂર્ણ બની
મહેમદાવાદના રીંછોલ ગામના ચંદુભાઈ ગોહેલને તાત્કાલિક પીસીઆર પધ્ધતિથી સારવારનો લાભ થતાં જીવલેણ હાર્ટએટેકના કેસમાં પણ સદનસીબે બચાવ થયો છે. સીપીઆર પધ્ધતિનો ઉપયોગ થકી દર્દીને તાત્કાલિક રાહતરૂપ સારવાર મળી જાય છે. સરકારી કર્મચારીઓ ઉપરાંત સામાન્ય જનતાએ પણ સ્વેચ્છાપૂર્વક પીસીઆર તાલીમ મેળવી લેવી જોઈએ. જેથી આકસ્મિક સમયમાં પોતાની આસપાસ હાર્ટએટેકના દર્દીને બચાવવા માટે મદદરૂપ બની શકાય છે. – જેસંગભાઈ વાઘેલા, હોમગાર્ડ જવાન

Most Popular

To Top