Gujarat

ભાવનગર અમદાવાદ હાઈ-વે પર ગોઝારો અકસ્માત, 3ના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત

ભાવનગર: અમદાવાદના (Ahmedabad) ધોલેરા પીપળી નજીક ટ્રક (Truck) અને ઇકો કાર (Car) વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. આ ઘટનામાં અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત (Death) થયા હતા જયારે ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી આવી છે. ધાયલ થયેલ તમામને તાત્કાલિક હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે અકસ્માતમાં ભોગ બનનાર ભાવનગરના શિહોરનો પરિવાર છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર અમદાવાદ હાઈ-વે પર અમદાવાદના ધોલેરા પીપળી નજીક ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ઈકો કારમાં સવાર ભાવનગરના શિહોરના પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ભરૂચ જિલ્લામાં ત્રણ માર્ગ અકસ્માતમાં વિદ્યાર્થી સહિત ત્રણના મોત
ભરૂચ: ભરૂચ જિલ્લામાં ત્રણ માર્ગ અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થી, ટ્રક ચાલક સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા.
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના નવનાથ નગર ખાતે રહેતો સચિન વિલાસ ઓવહાલ પોતાના સંબંધી અને ટ્રક ચાલક વિકાસ વસંત લાંડગે સાથે ટ્રક નંબર-એમ.એચ.૪૪.ટી-૦૧૯૯ લઇ સતારાથી આદુ ભરી નડિયાદ ખાતે જઈ રહ્યો હતો. આ દરમિયાન ભરૂચ-વડોદરા જવાના ટ્રેક ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે વેળા નબીપુર ઓવરબ્રિજ ઉતરતા ટ્રકમાં આગળનું ટાયર પંચર પડતા ટ્રક ચાલક તેને બદલી રહ્યો હતો અને સચિન ઓવહાલ પાછળથી આવતા વાહનોને સાઈટ બતાવતો હતો. તે સમયે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી ટ્રક નંબર-જી.જે.૦૬.એ.ઝેડ-૯૨૪૫ ના ચાલકે ઉભેલી ટ્રકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં વિકાસ વસંત લાંડગે શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેનું શુક્રવારે ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું.

આ ઉપરાંત ઝઘડિયા તાલુકાના ખડોલી ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે હોટલમાં કામ કરતા પ્રવીણ ઠાકોર વસાવાને ટક્કર મારતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે રાજપારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે વિદ્યાર્થીને હાઇવા ચાલકે કચડી નાખ્યો હતો. જેથી તેનું મોત થયું હતું.

Most Popular

To Top