Columns

હરીશ હાંડે – નવો પંથ કંડારનાર માટે શ્રેષ્ઠ ઉદાહરણ

જે આ આર્ટિકલમાં હરીશ હાંડેનું ઉદાહરણ લઈએ તો, હરીશ હાંડે નામના એક યુવાન વ્યક્તિએ યુએસએના બૉસ્ટન ખાતેના વિશ્વવિદ્યાલયમાં ડૉક્ટરેટના અભ્યાસ દરમિયાન જ નવી વિચારસરણીના મહત્ત્વનો અહેસાસ કર્યો હતો. તેમને ડોમિનિકલ રિપબ્લિકની મુલાકાત લેવાની તક મળી હતી, જ્યાં પ્રથમ વખત તેમણે ગરીબી અને અંધકાર વચ્ચે સંબંધ જોયો. તેમનું હૃદય દ્રવી ઊઠ્યું અને તેમણે આખું જીવન ગરીબ વ્યક્તિઓ માટે પોસાય તેવી ઊર્જા ઉત્પન્ન કરવાનું નક્કી કર્યું.

ત્યારબાદનો સમય તેમણે શ્રીલંકાના ગામમાં તેમની જરૂરિયાત અને પડકારોને સમજવા માટે વિતાવ્યો. એ ગામ એવું હતું કે જ્યાં કોઈપણ અંગ્રેજીનો જાણકાર ન હતો. તેમણે શહેરવાસીઓના દૃષ્ટિકોણથી નહીં પરંતુ ગ્રામીણક્ષેત્રોને અનુલક્ષી સૂર્ય ઊર્જાનાં ઉપકરણો વિકસાવ્યાં. શ્રીલંકાનાં ગામોમાં સ્થાનિક વ્યક્તિઓએ શ્રી હરીશને જણાવ્યું કે ગરમી કે પ્રકાશનો અભાવ અમારી સમસ્યા નથી, પણ હાથીના ઝૂંડને દૂર રાખવા કે જેઓ રાત્રે ઝૂંડમાં આવે છે અને પાકનો અને ઝૂંપડાંનો વિનાશ કરે છે અને ઘણી વાર લોકોને મારી નાંખે છે.

હરીશે જીવ અને સંપત્તિ બચાવવા માટે સૂર્યઊર્જાથી સંચાલિત વાડ બનાવી. છેવટે તેઓ ભારતમાં SELCO સ્થાપિત કરવા આવ્યાં. 4 લાખ ડૉલરનું આ સાહસનું ધ્યેય છે કે જે સતત સંશોધનો થકી વીજળીના અનોખા ઉપયોગ શોધી ગામ અને શહેરના ગરીબોની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો કરવો. હરીશ દુનિયામાં કોઈપણ સ્થળે સારા પગારધોરણવાળી લાભદાયી નોકરી કરી શક્યા હોત. છતાં પણ શરૂઆતમાં પડેલી મુશ્કેલીઓ અવગણી અડગ દૃઢતા સાથે તેમણે ઇકોનોમિક પિરામિડના પાયે જે વ્યક્તિઓ છે તેમને આર્થિક રીતે પોસાય તેવા સામાજિક સાહસનું નિર્માણ કર્યું.

સ્ટિવ જૉબ્સથી લઈને હરીશ હાંડે સુધી, નફો કરતી કંપનીઓ હોય કે કંપની સમાજના કલ્યાણ માટે હોય પરંતુ સૌમાં એક બાબત સામાન્ય છે – આ સૌ વ્યક્તિઓ ‘પંથ કંડારનારા’ છે. જો પંથ જાણીતો હોય તો આપણે સરળતાથી ડગલા માંડી શકીએ છીએ, પરંતુ ઘણાં ઓછા એવા હોય છે કે જે નવો પંથ બનાવે છે. આવા ઇરાદાથી સાહસવીરો બનેલા હોય છે ને તમારે પણ ‘અલગ પંથ કંડારવા અલગ વિચારસરણી અપનાવવાનો’ ઇરાદો રાખવો જોઈએ. દરેક નવી વિચારસરણી શરૂઆત સૌના સમાવેશથી થાય છે.

જ્યારે આપણે વસ્તુઓને બધા જ દૃષ્ટિકોણથી જોઈએ છીએ ત્યારે મનમાં નવી નવી કલ્પના ઊપજે છે. હરીશ હાંડેના શબ્દોમાં – જો તમારે નવું કઈ કરવું હોય તો સામાન્ય વિચારસરણી છોડવી પડે. આપણે અલગ ચોકો ત્યારે જ ઉભો કરી શકીએ જયારે આપણાં પાયાના વિચારો મજબૂત હોય. જીવનમાં ફક્ત બે ટકા લોકો જ અનોખું કરી શકે છે. ઘણાં લોકો તમને કોઈ વખત પાગલ પણ કહેશે પરંતુ તમે જયારે તમારા ધ્યેયમાં સ્પષ્ટ હોવ ત્યારે તમને કોઈ ડગાવી શકતું નથી. બધા કરતા અલગ પંથ કંડારવા માટે સૌ પ્રથમ માનસિક મજબૂતાઈ જરૂરી છે. જે લોકો મનના ઢીલા છે તેઓ લોકો સામાન્ય જીવન જ જીવી શકે. અસાધારણ વસ્તુ હાંસલ કરવા માટે તમારે અસાધારણ મહેનત કરવી પડે અને જે તમે નક્કી કર્યું હોય તેને કોઈ પણ ભોગે છોડવું નહિ

  • હરીશ હાંડે જોડેથી શીખવા જેવી કેટલીક ટિપ્સ
  • માનસિક દઢતા સફળતા પામવા માટેનું પહેલું કદમ છે
  • જીવનમાં ધૈય નક્કી કરવા માટે સમય લેવું પરંતુ એક વખત નક્કી થાય પછી પાછું વળીને જોવું નહીં
  • તમારા ગોલને જો કોઈ રોકી શકે તો એ તમે જ છો આથી પોતાના પર શ્રદ્રા રાખવી
  • હંમેશા પોઝિટિવ રહેવું અને કોઈ પણ પરિસ્થતિમાં હતાશ થવું નહિ
  • એનર્જેટિક અને ઉત્સાહપૂર્વક રહેતા વ્યક્તિઓમોં સંગ કરવું
  • ચહેરા પર ક્યારે પણ ઢીલાશ રાખવી નહિ
  • તમે જે વિચારશો તે જ થશે આથી વિચારો હંમેશા હકારાત્મક રાખવા
  • ubhavesh@hotmail.com

Most Popular

To Top