Gujarat

‘નીતિન ભાઈનો આભાર, તેઓએ માન્યું કે ગુજરાતમાં રોજગારી નથી’ : કોંગ્રેસના સરકાર સામે ગંભીર આક્ષેપો

ગાંધીનગર: ગુજરાત વિધાન સભાનું બજેટ ચાલી રહ્યું છે. જેમાં કોંગ્રેસના સભ્ય બળદેવજી ઠાકોરે સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, હું નીતિન ભાઈનો આભાર માનું છું કે, તેમણે કબલ્યુ હતું કે, ગુજરાતમાં રોજગારી નથી મળતી એટલે જ લોકો મોટી રકમ ખર્ચી વિદેશ જાય છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. તેમ છતાં લોકોને રોજગારી મેળવવા વિદેશ જવું પડી રહ્યું છે.જે બેરોજગારીની સ્વીકૃતિ બતાવે છે.

તેમણે જણાવ્યું હતું કે,ગૃહમાં બેઠેલા તમામ સભ્યો કોંગ્રેસે બનાવેલી શાળામાં ભણીને વિધાનસભામાં આવ્યા છે.કોંગ્રેસના લલિત કગથરાએ આક્ષેપ કર્યો હતો કે, એક સમયનું રંગીલું રાજકોટ શહેર આજે ખંડણીનું શહેર બની ગયું હોવાનું આપણા ગોવિંદભાઇ કહી રહ્યા છે.

પેપર લીક અને ભરતી કૌભાંડ મામલે સરકાર અને વિપક્ષ આમને-સામને
વિધાનસભામાં સોમવારે પેપર લીક તેમજ ભરતી કૌભાંડના મામલે સરકાર અને વિપક્ષ આમને-સામને આવી ગયા હતા. પ્રશ્નોત્તરી દરમ્યાન કોંગ્રેસના સી.જે. ચાવડાએ એવો આક્ષેપ કર્યો હતો કે, સરકારમાં નાણાના જોરે તથા સગાઓની ભરતી કરાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા એવો પણ આક્ષેપ કરાયો હતો કે, સરકાર દ્વારા મોટા મગરમચ્છોને પકડવામાં આવતા નથી. નાના લોકોને પકડવામાં આવે છે. જો ભાજપ સરકાર મોટા મગરમચ્છોને પકડવા માંગતી હોય તો કોંગ્રેસ સરકારની તેની સાથે છે.

પ્રજા કોંગ્રેસને ટેકો આપતી નથી, જેથી અમારે તમારા ટેકાની જરૂર નથી: મંત્રી વાઘાણી
કોંગેસના આરોપોના જવાબ આપતાં સિનિયર મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં સરકારી ભરતીઓમાં આલીયા, માલીયા અને જમાલીયાઓની ભરતી કરવામાં આવી હતી. આજે પણ સરકારી બેઠક હોય છે ત્યારે તેમાં કોંગ્રેસના સગાઓના નામો બહાર આવે છે. કોઈ ભરતી પ્રક્રિયા વગર સીધે સીધા ઓર્ડર આપી દેવાયા છે. વાઘાણીએ જણાવ્યું હતું કે સરકાર કોઈને પણ છોડવા માંગતી નથી. પોલીસ તપાસ બાદ આરોપીઓને ઝડપી લેવાય છે. પુરતી તકેદારી સાથે સરકાર પરીક્ષા પણ લઈ રહી છે. પ્રજા કોંગ્રેસને ટેકો આપતી નથી. જ્યારે અમારે તમારા ટેકાની જરૂરત નથી.

પશુના મોત મામલે સરકારના નિવેદનની માંગ
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં ઈડર ખાતે ખોરાકી ઝેરની અસરના કારણે 116 પશુના મોત થયા હતા. જ્યારે ત્વરીત સારવાર મળવાના કારણે અન્ય 114 પશુ બચી ગયા હતા. વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા ઈડર પાંજરાપોળ ખાતે પશુઓના મોતના મામલે સરકારના નિવેદનની માંગણી કરી હતી. જેના જવાબમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, 2જી માર્ચના રોજ ઈડર પાંજરાપોળ ખાતે લીલા ધાસચારાની ગાડીઓ આવી હતી. જેમાં એક ગાડીમાંથી લીલો ધાસચારો (મકાઈ) ઈડર પાંજરાપોળની અંદર પશુઓને નાંખવામાં આવ્યો હતો. તે ખાદ્યા પછી પશુઓને ધ્રુજારી આવવી, લાળ પડવીની તકલીફ થઈ હતી. ત્યાં પશુઓ પેટ ફુલી જવા સાથે જમીન પર પડી ગયા હતા. સારવાર મળે તે પહેલા 101 પશુના મોત થયા હતા. તે પછી 15 પશુના થયા હતા. અલબત્ત સારવાર દરમ્યાન 114 પશુને બચી લેવાયા છે. 116 મૃત પશુઓમાં 27 ગાય છે. પશુ ચિકિત્સા અધિકારી દ્વારા બચી ગયેલા 114 પશુને સારવાર આપવામાં આવી રહી છે.

યુવાનોને પકોડા તળવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે: અમિત ચાવડા
ગઈ કાલે ગુજરાત વિધાનસભામાં બજેટ પરની ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે,ગુજરાત સરકારનું આ બજેટ જોબલેશ, ગ્રોથલેશ અને હોપલેશ છે. આ સરકારની યુવાનોને રોજગારી આપવાની દાનત નથી તે જોતા આગામી દિવસોમાં યુવાનોને પકોડા તળવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ગુજરાતમાં સરકારી શાળાઓ વધારવાને બદલે આ સરકાર સરકારી શાળાઓ બંધ કરીને એમના મનીતાઓને ખાનગી શાળા શરૂ કરવા મંજૂરી આપવામાં આવે છે. એટલે કે સરકાર શિક્ષણમાંથી હાથ પાછા ખેંચી રહી છે. ગુજરાતમાં સરકાર બદલાઈ મંત્રીઓના નામોની ગુપ્તતા જળવાઈ શકે છે પરંતુ ભરતી માટેની પરીક્ષાના પેપેરો લીક થઈ રહ્યા છે,

Most Popular

To Top