National

તારાપુરમાં 24 વર્ષથી રહેતો પાકિસ્તાની જાસૂસ પકડાયો, ભારતીય નાગરિકતા પણ મેળવી લીધી હતી

આણંદ: આણંદના (Anand) તારાપુર (Tarapur) માંથી પાકીસ્તાનનો (Pakistan) જાસૂસ (Spy) ઝડપાયો (Got Cought) હોવાના ચોંકાવનારા (Shocking) સમાચાર (News) પ્રાપ્ત થયા છે. ગુજરાત (Gujarat) એટીએસને (ATS) મિલીટરી ઇન્ટેલિજન્સ (Military intelligence) દ્વારા માહિતી મળી હતી કે, એક પાકિસ્તાની (Pakistani) વ્યક્તિ હાલ ભારતમાં (Bharat) રહી ગુપ્ત (Secret) માહિતીઓ લીક (Leack) કરી રહ્યો છે. મળેલી બાતમીના આધારે આ જાસૂસને (Spy) ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, થોડા દિવસ અગાઉ ગુજરાત એ.ટી.એસ.ને મિલીટરી ઇન્ટેલિજન્સ દ્વારા બાતમી મળી હતી કે મૂળ પાકિસ્તાનમાં જન્મેલો અને હાલ ગુજરાતનાં આણંદમાં રહેતો એક આધેડ પાકિસ્તાનનો જાસૂસ છે. તેમજ આ વ્યક્તિએ ભારતીય નાગરિકતા પણ મેળવી લીધી છે. 1999માં આ ઈસમ પાકિસ્તાનથી પોતાની પત્ની સાથે ભારત બહેનના ઘરે આવ્યો હતો અને અહીં કરિયાણાનો છૂટક વેપાર કરતો હતો. 6 વર્ષ બાદ ભારતીય નાગરિકતા મેળવી તારાપુરમાં 24 વર્ષથી રહેતો હતો.

વધુમાં સૂત્રોએ જણાવ્યુ હતું કે, તારાપુરના લાભશંકર દુર્યોધન મહેશ્વરી (ઉં.વ.૫૩) દ્વારા કેટલીક ગુપ્ત માહિતી સાથે છેડછાડ કરવામાં આવી છે. મૂળ પાકિસ્તાનમાં જન્મેલા આ વ્યક્તિ દ્વારા ભારતીય સીમકાર્ડથી વોટ્સએપ દ્વારા કોઈ લિંક મારફતે ભારતીયો અને ભારતીય સુરક્ષા કર્મચારીઓના નંબરો ઉપર ‘માલવેર’ વાઈરસ મોકલવામાં આવતો હતો. ત્યારબાદ તે ભારતીય જવાનોના મોબાઈલ નંબરોનો ડેટા મેળવતો હતો. ત્યારબાદ આ નંબરો દ્વારા અન્ય ડેટા મેળવી દેશ વિરુધ્ધ વાપરવામાં આવતા હતા.

લાભશંકર 23 વર્ષ બાદ પાકિસ્તાન ગયો હતો
મૂળ પાકિસ્તાની આ ઈસમ પાછલા 24 વર્ષોથી ભારતમાં રહેતો હતો પરંતુ અચાનક ગત વર્ષે તેણે પાકિસ્તાન જવા માટે વિઝાની અરજી કરી હતી. વિઝા મેળવવામાં પાકિસ્તાન એમ્બેસીના એક વ્યક્તિએ તેની મદદ કરી હતી. ત્યારબાદ વારાફરથી લાભશંકર, તેની પત્ની અને ભાણી પાકિસ્તાન જઇ આવ્યા હતા. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આટલા સમય બાદ પાકિસ્તાન જવાની જરૂર શા માટે પડી?

ગુજરાત એ.ટી.એસ. દ્વારા કરવામાં આવ્યો મોટો ખુલાસો
લાભશંકર દ્વારા એક સીમકાર્ડ પાકિસ્તાન પહોચડવામાં આવ્યું હતું. ગત વર્ષે પોતાની બહેન સાથે મોકલાયેલું આ સીમકાર્ડ જામનગરના મોહમ્મદ સકલૈન ઉમર થઈમ દ્વારા ખરીદવામાં આવ્યું હતું. અસગર હાજી મોદીના મોબાઈલમાં એક્ટીવેટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાન એમ્બેસીની મંજૂરી મળતા લાભશંકરે આ સીમકાર્ડ મોબાઈલ સહિત અસગર હાજી પાસેથી લીધું હતું. ત્યારબાદ આ સીમકાર્ડ પાકિસ્તાનમાં માસીના દીકરા કિશોર ઉર્ફે સવાઈ જગદીશભાઈ રામવાણીને પહોંચાડવામાં આવ્યું હતું. જ્યાંથી પાકિસ્તાન આર્મી અથવા એમ્બેસીને આ સિમ મળ્યું હતું.

એટીએસ દ્વારા તારાપુરથી લાભશંકર મહેશ્વરીને ઝડપી આજરોજ શનિવારે તારાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ પૂછતાછ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી પરંતુ વધુ તપાસની જરૂર જણાતા કોર્ટે તા.27 ઓક્ટોબરને સાંજે 6 વાગ્યા સુધી એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂરી આપી છે.

Most Popular

To Top