World

દુનિયાભરમાં લોકોને હેલ્થ ટિપ્સ આપનાર આ બોડી બિલ્ડરનું 30 વર્ષની નાની વયે મોત

જર્મની : પ્રખ્યાત જર્મન (German) બોડી બિલ્ડર (Body builder) અને યુટ્યુબર (YouTuber) જો લિન્ડનરનું (Joe Lindner) નાની વયે નિધન થયું હતું. જો લિન્ડનર 30 વર્ષનો હતો અને તેને જોએસ્થેટિક્સ (Joeesthetics) તરીકે પણ ઓળખવામાં આવતો હતો. તેના આ આકસ્મિક મૃત્યુનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જો લિન્ડનરના જર્મની સાથે આખી દુનિયામાં ફેમસ છે. તેના મૃત્યુના સમાચાર આવ્યા બાદ તેના ચાહકોને આઘાત લાગ્યો હતો. જોએસ્થેટિક્સના મૃત્યુની ખબર તેના નજીકના મિત્ર નોએલે ઈન્સ્ટાગ્રામ (Instagram) પોસ્ટમાં આપી હતી. જોએસ્થેટિક્સના મોતના સમાચાર લખતા તેનો મિત્ર ભાવુક થઈ ગયો હતો.

તેમના મિત્ર નોએલે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યુ હતું કે જો તમારી આત્માને શાંતી મળે અને તમને સ્વર્ગ નસીબ થાય, હું અત્યારે મારો ફોન ચેક કરી રહ્યો છું અને તમારા જવાબની રાહ જોઈ રહ્યો છું કે ક્યારે તમારો જવાબ આવે અને આપણે બંને પાછા જીમમા મળીએ. નોએલે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં વધું લખ્યું કે જો તમારા ગયા પછી હું તુટી ગયો છું, તમે હંમેશા સોશિયલ મીડિયા અને જીવન વીશે શિખવ્યું છે. જો તમારી યાદો હંમેશા અમારી સાથે રેહશે.

ડૉ. એમોસે બોડી બિલ્ડરના મૃત્યું પર દુઃખ વ્યક્ત કર્યું
આ સાથે ટ્રેટર્સ શોના સ્ટાર ડૉ. એમોસે બોડી બિલ્ડરના મૃત્યું પર દુઃખ વ્યક્ત કર્યું અને દરેકને સ્વચ્છ આહાર સાથે બોડી બિલ્ડીંગ કરવા માટે વિનંતી કરી હતી. જોએસ્થેટિક્સ સાથે બોડીબિલ્ડર જોસેફ શુલ્કિનએ બોડી બિલ્ડિંગમાં આપેલા તેમના યોગદાન વીશે પ્રકાશ પાડ્યો હતો અને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે જો એસ્થેટિક્સની યાદમાં તેમના ચાહકોએ ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર હજારો પોસ્ટ કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર જોના 80 લાખ ફોલોઅર્સ હતા. જો લિન્ડનર યુટ્યુબ પર વ્લોગ બનાવતો હતો. જેમાં તે પોતાના હેલ્ધી ડાયટ અને તેના રૂટિન વિશે જણાવતો હતો. આ સાથે જો લિન્ડનરની ગર્લફ્રેન્ડ નિચા પણ એક બોડી બિલ્ડર છે. જે ઘણીવાર ફિટનેસ સંબંધિત પોસ્ટ ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરે છે. બે મહિના પહેલા યુટ્યુબ જો લિન્ડનરે તેના છેલ્લા વિડિયોમાં તેણે પોતાના આખા દિવસના આહાર વિશે જણાવ્યું હતું. જોકે તેમના મૃત્યુ બાદ આ વીડિયો ખુબજ વાઈરલ થયો હતો. તેના પર સારા વ્યુઝ પણ આવ્યા હતા.

મૃત્યુનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી
જો લિન્ડનરના મૃત્યુનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી તે હજી પણ રહસ્ય છે. પરંતુ થોડા અઠવાડિયા પહેલા તેણે ખુલાસો કર્યો હતો કે તેને રિપ્લિંગ મસલ ડિસીઝ (RMD) થયું છે. જૂનમાં યુટ્યુબર બ્રેડલી માર્ટિને પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે તકનીકી રીતે સ્નાયુમાં ખેંચાણ થાય છે. અમેરિકાના જેનેટિક એન્ડ રેયર ડિજીજ ઈન્ફોર્મેશન સેન્ટરના પ્રમાણે તે એક દુર્લભ સ્થિતિ છે જે સ્નાયુઓને અસર કરે છે. જોકે સામાન્ય રીતે આ રોગને જીવલેણ માનવામાં આવતો નથી.

Most Popular

To Top