National

ભારતની પ્રથમ કોરોના દર્દીને દોઢ વર્ષ બાદ ફરી થયો કોરોના, જાણો અધિકારીઓએ શું કહ્યું?

તિરુવનંતપુરમ: દેશના પ્રથમ કોરોના દર્દી (First covid patient)ને ફરીથી કોરોના ચેપ લાગ્યો છે. દેશનો પહેલો કોવિડ પોઝિટિવ કેસ કેરળમાં જોવા મળ્યો હતો. મેડિકલની વિદ્યાર્થીની (Medical student) હતી જે ગયા વર્ષે જાન્યુઆરીમાં ચીનના વુહાન (Wuhan)થી તેના વતન થ્રિસુર (Trissur kerala) આવી હતી. મંગળવારના અહેવાલ મુજબ દોઢ વર્ષ બાદ તે ફરી એકવાર કોરોના પોઝિટિવ (Corona positive) બની ગઈ છે. આ વાત ચોક્કસથી ભય પમાડે એમ છે પણ અધિકારીઓ આ માટે ચિંતા નહીં કરવાની સલાહ આપી રહ્યા છે.

થ્રિસુરના ડીએમઓ ડો. કેજે રીનાએ કહ્યું હતું કે ‘તેનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ છે જ્યારે એન્ટિજેન નેગેટિવ. તેને એસિમ્પ્ટોમેટિક ચેપ લાગ્યો છે. તબીબી અધિકારીઓના જણાવ્યા અનુસાર તે હવાઇ માર્ગે દિલ્હીની મુસાફરી કરવા માંગતી હતી અને આ માટે તેણે કોવિડ પરીક્ષણ કરાવ્યું હતું. પરીક્ષણ પોઝિટિવ આવ્યા પછી દરેકને આશ્ચર્ય થયું હતું. પરંતુ તબીબી અધિકારીઓએ કહ્યું કે ચિંતા કરવાની કંઈ વાત નથી કારણ કે ત્યાં ઓછા લક્ષણો છે. વુહાનથી પરત ફર્યા પછી, તે પાછી ગઈ જ નહીં અને તેના ઘરેથી ઓનલાઇન તેના વર્ગ ચાલી રહ્યા હતા..

બીજી તરફ પીએમ મોદીએ કહ્યું કે આખા દેશ અને ખાસ કરીને આપણા આરોગ્ય કર્મચારીઓએ તેમની જવાબદારી નિભાવવા માટે છેલ્લા દોઢ વર્ષથી સખત મહેનત કરી છે. ઉત્તરપૂર્વના ભૌગોલિક પડકારો હોવા છતાં, પરીક્ષણ અને ઉપચારથી લઈને રસીકરણ સુધીની માળખાકીય સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કોરોના ચેપને રોકવા માટે આપણે માઇક્રો લેવલે વધુ કડક પગલાં ભરવા પડશે. માઇક્રો કન્ટેન્ટ સેક્ટર પર પૂર્ણ ભાર મૂકવો પડશે. છેલ્લા દોઢ વર્ષમાં આપણે જે અનુભવો મેળવ્યા છે આપણે તેનો પણ પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરતા રહો: મોદી

ત્રીજી તરંગની ચેતવણી અંગે પીએમ મોદીએ કહ્યું હતું કે ‘આપણે પરીક્ષણ અને સારવારથી સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરીને આગળ વધવું પડશે. ખાસ કરીને ઓક્સિજન પર બાળ ચિકિત્સા સંભાળને લગતા માળખાગત નિર્માણ માટે આપણે ઝડપથી કામ કરવું પડશે. પીએમ કેર દ્વારા દેશમાં સેંકડો નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. આ માટે તાજેતરમાં કેબિનેટે રૂ .23 હજાર કરોડના નવા પેકેજને પણ મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે આ પેકેજ ઉત્તર પૂર્વના દરેક રાજ્યને તેના આરોગ્ય માળખાંને મજબૂત બનાવવામાં મદદ કરશે.

Most Popular

To Top