Dakshin Gujarat

વહેલી સવારે આગની બે ઘટનાઓના પગલે ભરૂચમાં દોડધામ મચી ગઈ

ભરૂચ: અંકલેશ્વરમાં (Ankleshwar) સ્ક્રેપના ગોડાઉનમાં (Scrap Godown) વહેલી સવારે લાગી આગે (Fire) વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અંકલેશ્વર અને પાનોલીના ૫થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોચી ગયા હતા. લગભગ એક થી દોઢ કલાકની જહેમત બાદ આગ ઉપર મહદઅંશે કાબુ મેળવાયો છે. જોકે સંપૂર્ણ નિયંત્ર હાંસલ કરતા હજુ થોડો સમય લાગી શકે છે. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીકના સ્ક્રેપ માર્કેટમાં સમયાંતરે આગ લાગવાની બનતી ઘટનાઓ સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની રહી છે. પ્રદુષણ સાથે જોખમ ઉભુ કરતી આ ઘટનાઓ સામે સ્થાનિકો સમયાંતરે રોષ વ્યક્ત કરે છે પણ સ્ક્રેપના ગોડાઉનોમાં આગની ઘટનાની સંખ્યામાં ઘટાડો જોવા મળતો નથી. આગની વધુ એક ઘટના જંબુસરના સારોદમાં પણ બની હતી. આમ અડધા દિવસમાં જિલ્લામાં આગની બે ઘટનાઓ સામે આવી હતી. સારોદ પાસે ગાંડા બાવળ વિસ્તારમાં કચ્છી ભરવાડો રહેતા હોવાથી ભીષણ આગ લઈને ગાયબ થઇ ગયા હતા.

શુક્રવારે સવારના સમયે અંકલેશ્વર જીઆઇડીસીને અડીને આવેલા અંસાર માર્કેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. સ્થાનિકોના આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ અસફળ રહેતા ફાયરબ્રિગેડને કોલ અપાયો હતો. પ્રારંભે બે ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા હતા પરંતુ ગોડાઉનમાં પુઠ્ઠાંના મોટા જથ્થાના કારણે આગ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ બનતા વધુ ૩ ફાયરટેન્ડર મદદે બોલાવવામાં આવ્યા હતા.

ભરૂચ જીલ્લામાં ૧૨ કલાકમાં બે સ્થળે આગે ચપેટમાં લેતા તેને કાબુમાં કરવા માટે ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા.આગની વધુ એક ઘટના જંબુસરના સારોદમાં પણ બની હતી. PI ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ગાંડા બાવળ ઝાડીઓમાં આગ લાગી હતી. ભાઠા વિસ્તારમાં ગુરૂવારે સમી સાંજેથી આગે ચપેટમાં લેતા લગભગ ૬થી ૭ કિમી દૂરથી ગોટેગોટા નજરે પડ્યા હતા.ખાસ કરીને ગરમીના માહોલ વચ્ચે જ આગની તિવ્રતા વધતા હોય છે.

ગુરુવારે મોડે સુધી ફાયર ફાઈટરો આગ કંટ્રોલ કરવામાં ભારે મહેનતા કરવી પડી હતી.આગ ઉપર કાબુ મેળવતા કલાકોનો સમય લાગ્યો હતો. SEZ નજીક લાગેલી આગના કારણે નજીકમાં આવેલ કંપનીના પ્લાન્ટને ઝપેટમાં લેવાનો ભયપણ ઉભો થયો હતો.

Most Popular

To Top