Entertainment

તમિલનાડુમાં નહિં બતાવવામાં આવે ‘ધ કેરળ સ્ટોરી’

નવી દિલ્હી: અનેક રાજકીય પાર્ટીઓએ “ધ કેરળ સ્ટોરી” રિલીઝના પહેલા ફિલ્મ (Film) પર પ્રતિબંધ લાદવાની માંગ કરી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટે આ અરજી ફગાવી હતી અને ફિલ્મના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. લિમિટેડ બજેટમાં તૈયાર કરવામાં આવેલી ફિલ્મ “ધ કેરળ સ્ટોરી” ખૂબ ચર્ચામાં છે. શુક્રવારે રિલિઝ થયેલી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. ત્યારે તમિલનાડુ મલ્ટીપ્લેક્ષ એસોસિયેશન દ્વારા ધ કેરલ સ્ટોરીને ત્યાંના થિયેટરોમાં ન બતાવવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાછળનું કારણ આપતા તેઓએ કહ્યું કે ફિલ્મ લો એન્ડ ઓર્ડર સામે ખતરો સમાન છે. ઉપરાંત જનરલ પબ્લિક તરફથી આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો નથી.

કોંગ્રેસનાં જિતેન્દ્ર આવ્હાડે બીજી “કેરલ સ્ટોરી” શેર કરી
કોંગ્રેસના નેતા જિતેન્દ્ર આવ્હાડે ટ્વિટર પર એક મુસ્લિમ દંપતિનો ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે “કેરેલાના કાસરગોડમાં આબ્દુલ્લા અને ખાજિદા નામના એક દંપતિએ 10 વર્ષની એક હિંદુ છોકરીને દત્તક લીધી હતી. છોકરી 22 વર્ષની થતાં દંપતિએ હિંદુ રીતિ-રિવાજ સાથે હિંદુ છોકરા સાથે તેના લગ્ન કરાવી દીધા. શું આ વિષય પર કોઈ ફિલ્મ બનાવી શકે છે? માત્ર નકારાત્મક વસ્તુ બતાવીને કેવી રીતે સાંપ્રદાયિક મુશ્કેલીઓ ઉભી કરવામાં આવે તેવી કોશિશ કરવામાં આવી રહી છે.”

જિતેન્દ્ર આવ્હાડે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મ “ધ કેરળ સ્ટોરી” પર ટિપ્પણી કરી હતી. તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ ફિલ્મનો ઉલ્લેખ કરી રહ્યાં છે. છેલ્લાં 8 વર્ષોમાં આવી ખબરો આવતી જ હતી. 30 હજાર કરતા વધારે છોકરીઓ દેશની બહાર ગઈ છે ત્યારે કેન્દ્ર સરકાર અને એજન્સીઓ શું કરી રહી હતી? હવે ચૂંટણીના સમયે ફિલ્મો અંગે વાત કરીને વોટ મળશે કે ચૂંટણી જીતી જશો? કેરેલાની આ ધટના અંગે કેન્દ્ર સરકારે પણ જવાબ આપવો જોઈએ.

ધ કેરળ સ્ટોરી રિલિઝ થતાં જ તેને જે રીતે લોકો તરફથી રિસ્પોન્સ મળી રહ્યો છે તેને જોતાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ લાંબો સમય સુધી ચાલશે. થોડાં દિવસ પહેલાં જ આ ફિલ્મને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશની સાથે જ મહારાષ્ટ્રનાં નાસિકમાં ‘હિંદુ સકલ સમાજ’ના સભ્યોએ પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી છે.

શા માટે ફિલ્મ પર બેન મૂકવાની માગ હતી?
આ ફિલ્મમાં કેરળમાં છોકરીઓને ધર્મ પરિવર્તન કરવા અને તેમને ISISમાં જોડાવા માટે મજબૂર કરવામાં આવતી વાર્તા બતાવવાનો દાવો કરવામાં આવ્યો છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ‘ધ કેરળ સ્ટોરી’ પર ઘણો વિવાદ થયો હતો અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

Most Popular

To Top