નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની (Lok Sabha Elections) તારીખોની જાહેરાત (Advertisement) બાદ રાજકીય પક્ષો હવે ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. એક તરફ ઉમેદવારોના નામની જાહેરાત થઈ રહી છે. તો બીજી તરફ ચૂંટણી પ્રચારની (Election Campaign) તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તેમજ સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને લોકસભાની ચૂંટણી પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુધ્ધ પૂર્ણ બહુમતથી જીતી સત્તા પરથી દૂર કરવા માટે વિપક્ષી ગઠબંધન INDI ની રચના કરવામાં આવી હતી. પરંતુ તમામ ચર્ચાઓ અને અટકળો આ ગઠબંધનને લઈને છે. વિપક્ષી ગઠબંધનમાં કોણ બનશે પીએમ પદના ઉમેદવાર? આ અંગે રાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે એક પણ સ્પષ્ટ નામ ઉભરી રહ્યું નથી.
જણાવી દઈએ કે જ્યારથી ભારતમાં 26 વિપક્ષી પાર્ટીઓનું વિપક્ષી ગઠબંધન બન્યું છે, ત્યારથી ભાજપ આ ગઠબંધનનો પીએમ ચહેરો કોણ હશે તેના પર નિશાન સાધ્યું છે.
લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે
દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે અને 4 જૂને મતગણતરી થશે. એટલે કે ચૂંટણીના પરિણામ આવશે. પ્રથમ તબક્કો 19મી એપ્રિલે, બીજો તબક્કો 26મીએ, ત્રીજો તબક્કો 7મી મે, ચોથો તબક્કો 13મીએ, પાંચમો તબક્કો 20મીએ, છઠ્ઠો તબક્કો 25મીએ અને સાતમો તબક્કો 25મીએ યોજાશે. 1લી જૂને છેલ્લો તબક્કો અને પરિણામ 4 જૂને આવશે.
ભાજપની પ્રચાર રણનીતિ
“અબકી બાર 400 પાર” એ આગામી 2024ની સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના નેતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રચાયેલ રાજકીય કેચફ્રેઝ છે. આ સૂત્ર લોકસભામાં 543 માંથી 400 બેઠકો મેળવવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. જે પક્ષની ચૂંટણીલક્ષી આકાંક્ષાઓનું પ્રતીક છે.
આ સૂત્રનો ભાજપ દ્વારા અગાઉ પ્રચાર દરમિયાન પણ ઉપયોગ કરવામાં આવ્યુ હતું. જોકે પાછલી ચૂંટણીઓમાં ખાસ કરીને 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન આ સિત્ર ઉચ્ચારવામાં આવ્યું હતું. ભાજપ સક્રિયપણે વિવિધ રાજ્યોમાં રાજકીય રેલીઓનું આયોજન કરી રહી છે. જેમાં વડા પ્રધાન મોદી, પક્ષ પ્રમુખ નડ્ડા અને અમિત શાહ જેવા અગ્રણી રાષ્ટ્રીય નેતાઓ સામેલ છે. આ સંકલિત પ્રયાસનો હેતુ ચૂંટણી પહેલા સમર્થનને મજબૂત કરવા અને મતદારોને એકત્રિત કરવાનો છે.