Dakshin Gujarat

છીણમ ગામે પાડોશી શખ્સે મહિલાની છાતી પર હાથ નાંખી કપડા ફાડી નાંખ્યા

નવસારી : મૂળ નવસારીમાં (Navsari) અને હાલ જલાલપોર (Jalalpor) તાલુકાના છીણમ ગામે નાના ફળિયામાં રહેતા ઉમેશભાઈ વસંતભાઈ પટેલ છીણમ ગામે મોટા કોળીવાડમાં રહેતી મહિલાના (Women) ઘર પાસે ગયા હતા. જ્યાં ઉમેશભાઈ મહિલાના ઘરની બહાર પાર્ક કરેલી ગાડીઓના ફોટાઓ પાડતા હતા. ત્યારે તે મહિલાએ બહાર આવી શું કામ ફોટા પાડો છો તેમ પૂછતાં ઉમેશભાઈ ઉશ્કેરાઈ જઈ એમાં શું થયું તેમ કહી મહિલાનું ગળું પકડવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી મહિલાએ બચાવ કર્યો હતો. પરંતુ ઉમેશભાઈએ આવેશમાં આવી મહિલાની છાતી પર હાથ નાંખી કપડા ફાડી નાખ્યા હતા. જેથી મહિલાએ બુમાબુમ કરી ડેટા પરિવારજનો અને અન્ય પાડોશીઓ દોડી આવ્યા હતા. જેઓને તેમ મહિલાને ઉમેશભાઈથી છોડાવી હતી. પરંતુ ઉમેશભાઈએ આજે તો તને આ લોકોએ બચાવી લીધી છે, હવે પછી જો મને કઇ કરતા રોકશે તો તને અને તારા પરિવારના સભ્યોને જાનથી હાથ ધોવાનો વારો આવશે તેવી ધમકી આપી હતી. આ બાબતે મહિલાએ ઉમેશભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.

સાત માસની બિમાર પુત્રીની દવા લેવા જતી માતાની મોપેડને અકસ્માત: પુત્રીનું મોત
વલસાડ: વલસાડના મૂળ સેગવી ગામની રહીશ અને જૂજવા ગામે લગ્ન કરનાર યુવતી 7 માસની બિમાર પુત્રીને લઈ દવા લેવા હોસ્પિટલમાં જઈ રહી હતી. એ દરમિયાન શહેરમાં તિથલ રોડ ચાર રસ્તા નજીક ગાડીતુર બનેલી ઇકો કારે તેમના મોપેડને અડફેટે લીધું હતું. જેમાં 7 મહિનાની માસુમ બાળકીનું ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે ગમગીની ફેલાઈ ગઈ હતી.

જુજવા ગામે રહેતી સંગીતા સંજય ભાઈ પટેલ પોતાની સાત મહિનાની પુત્રી દિશા સાથે સેગવી ગામે પોતાના પિયરમાં રહેવા આવી હતી. આ દરમિયાન દિશાની થોડી તબિયત નરમ-ગરમ રહેતી હોય શનિવારે સવારે સંગીતાબેન તેની બહેનની દીકરી રિયાંશી સાથે મોપેડ(નં. GJ-15-BM-2036) પર સવાર થઈ વલસાડ હોસ્પિટલમાં જઈ રહ્યા હતા. એ દરમિયાન તિથલ રોડ ચાર રસ્તા પાસે પુરપાટ ઝડપે આવતી એક સફેદ કલરની ઇકો સ્પોર્ટ્સ કાર (નં GJ-15-CB-7078)ના ચાલક બિમલ નિતીન મિસ્ત્રીએ મોપેડને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આકસ્માતમાં મોપેડ પરથી પડી જતા સાત માસની માસુમ દિશાને ગંભીર ઈજા પહોંચી હતી. જેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ સંદર્ભે માસુમ દિશાના મામા દર્શક છોટુભાઈ પટેલ ઇકો કાર ચાલક વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે તાત્કાલિક ધોરણે ઇકો કારના ચાલક વિમલ નિતીન મિસ્ત્રીની ધરપકડ કરી લીધી હતી.

Most Popular

To Top