Sports

શું મેસીનો મેજિક જીતાવશે વિશ્વ કપ ? આર્જેન્ટીનાના પક્ષમાં બને છે આ ચાર સંજોગ

કતાર: કતારમાં રમાઈ રહેલો ફીફા ફૂટબોલ વિશ્વકપનો (Fifa Football World Cup) મુકાબલો હવે તેના અંતિમ ચરણમાં પહોચી ગયો છે. છેલ્લા વિશ્વકપનું ચેમ્પિયન ફ્રાન્સ (France) અને બે વખતની વિજેતા ટીમ આર્જેન્ટીનાની (Argentina) ટીમ ફાયનલ (Final) સુધી પહોચી ગઈ છે. બને વચ્ચે હવે ખિતાબ મેળવવા અંતે હવે રવિવારે 18 ડિસેમ્બરે લુસેલ સ્ટેડીયમમાં મુકાબલો યોજાશે. આર્જેન્ટીનાએ પહેલા સેમીફાયનલમાં ક્રોએશિયાને 3-0થી હરાવ્યુ હતું અને ફ્રાંસે મોરક્કોને 2-0થી પરાજય આપ્યો હતો હવે બને ટીમો પહેલી વખત ફાયનલમાં આમને-સામને એકબીજાને ટક્કર આપશે.

આર્જેન્ટિનાની નજર ફ્રાન્સ સાથે સ્કોર્સ સેટલ કરવા પર પણ રહેશે
આર્જેન્ટિનાની ટીમ રવિવારે ખિતાબી મુકાબલામાં પ્રવેશ કરશે ત્યારે તેની નજર ફ્રાન્સ સાથે સ્કોર્સ સેટલ કરવા પર પણ રહેશે. ગત વર્લ્ડ કપ (2018) ફ્રાન્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં લિયોનેલ મેસીની ટીમને 4-3થી હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગયું હતું. આર્જેન્ટીનાની નજર ત્રીજી વખત ચેમ્પિયન બનવા પર છે. તેણે 1978 અને 1978માં આ ખિતાબ જીત્યો હતો. તે જ સમયે ફ્રાન્સ 1998 અને 2018 માં ચેમ્પિયન બન્યું હતું.

આર્જેન્ટિનાને સ્પેન જેવી સિદ્ધિ હાંસલ કરવાની તક છે
લિયોનલ મેસીની આર્જેન્ટિના આ વર્લ્ડ કપમાં સાઉદી અરેબિયા સામે પોતાની પ્રથમ મેચ હારી ગઈ હતી. પછી તે પાછા ફર્યા હતા અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વર્ષ 2010માં સ્પેન સાથે પણ આવું જ થયું હતું. તેઓ પોતાની પ્રથમ મેચમાં સ્વિટ્ઝર્લેન્ડ સામે 0-1થી હાર થઇ હતી. અને ત્યારબાદ સ્પેને પુનઃ આગમન કરીને ટાઇટલ કબજે કર્યું. ભૂતપૂર્વ તેઓ પોતાની પ્રથમ મેચ હાર્યા બાદ ચેમ્પિયનનો તાજ મેળવનારી પ્રથમ ટીમ બની હતી. હવે આર્જેન્ટિનાને સ્પેન જેવી સિદ્ધિ હાંસલ કરવાની તક છે.

પેનલ્ટી ગોલની ચૂક થવી જોઈએ નહિ
આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસ્સી પોલેન્ડ સામેના ત્રીજા ગ્રુપ રાઉન્ડની મેચમાં પેનલ્ટી ચૂકી ગયા હતા. અને આ અગાઉ 1978 અને 1986માં જ્યારે આર્જેન્ટીનાની ટીમ ચેમ્પિયન બની હતી ત્યારે તેના ખેલાડીઓ ત્રીજી મેચમાં જ પેનલ્ટી પર ગોલ કરી શક્યા ન હતા. 1978માં હંગેરી સામેની ત્રીજી મેચમાં આર્જેન્ટિનાના મારિયો કેમ્પ્સ પેનલ્ટી પર ગોલ કરવામાં અસમર્થ રહ્યા હતા. ત્યારબાદ 1986માં, ડિએગો મેરાડોના બલ્ગેરિયા સામે ગ્રુપ રાઉન્ડની ત્રીજી મેચમાં પેનલ્ટી ગોલની ચૂક થઇ હતી. હવે જોવાનું એ રહેશે કે આ વખતે ત્રીજી મેચમાં પેનલ્ટી મિસ થતાં આર્જેન્ટિનાની ટીમ ચેમ્પિયન બને છે કે કેમ.

Most Popular

To Top