National

પંજાબના જાણીતા ગાયકનું અમૃતસર નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ

અમૃતસર : પ્રખ્યાત પંજાબી ગાયક (punjabi singer) દિલજાનનું એક માર્ગ અકસ્માત(road accident)માં મોત થયું હતું. આ દુર્ઘટના મંગળવારે 3.45 ની આસપાસ બની હતી. દિલજાન મોડી રાત્રે પોતાની કારમાં અમૃતસર (amritsar)થી કરતારપુર (kartarpur) આવી રહ્યો હતો અને આ દરમિયાન જાંડિયાલા ગુરુ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દિલજાન કરતારપુરનો રહેવાસી હતો. તેના અચાનક મોતને કારણે વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કહેવાય છે કે તેની દુર્ઘટના તેમની કારના ડિવાઇડર સાથે ટકરાવાના કારણે થઈ હતી.

મળતી માહિતી મુજબ, અમૃતસર-જલંધર જીટી રોડ પર જાંડિયાલા ગુરુ બ્રિજ પાસે પંજાબી ગાયક દિલજાનની કાર એક ડિવાઇડરમાં ટકરાઈ હતી. આ અકસ્માત મંગળવારે સવારે 3: 45 કલાકે થયો હતો. દિલજાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને કબ્જે લીધી હતી. અત્યારે પોસ્ટ મોર્ટમની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જાંડિયાલા ગુરુ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર યાદવીન્દ્રસિંહે જણાવ્યું હતું કે, ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. દિલજાન પોતાની કારમાં મંગળવારે વહેલી સવારે અમૃતસરથી કરતારપુર તરફ જઇ રહ્યો હતો. જીટી રોડ પર તેમની કારની સ્પીડ એકદમ ઝડપી હતી. પુલ પાસે પહોંચતા જ કાર બેકાબૂ બની હતી અને ડિવાઇડરને ટક્કર મારીને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત જોઈને ત્યાંથી પસાર થતા લોકોએ તેમના વાહનોથી ઉતરી તુરંત રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. જો કે દુઃખની વાત છે કે હોસ્પિટલમાં લઈ જતાં પહેલા દિલજાનનું મોત નીપજ્યું હતું.

2 એપ્રિલે રિલીઝ થવાનું હતું દિલજાનનું નવું ગીત

દિલજનના પિતા મદન મદરે જણાવ્યું હતું કે દિલજાનનું નવું ગીત (new song release) 2 એપ્રિલે રિલીઝ થવાનું હતું. આ સંદર્ભમાં, તે સોમવારે ઇવેન્ટમાં ભાગ લેવા પોતાના મહિન્દ્રા વાહનમાં અમૃતસર ગયો હતો. મોડી રાત્રે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું. દિલજણ તે સમયે કારમાં એકલો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top