Madhya Gujarat

દાહોદ શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પરીક્ષાલક્ષી માર્ગદર્શન બેઠક

દાહોદ, તા.૫
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દાહોદ તથા તેજસ વિદ્યાલય પીપલોદના સંયુક્ત ઉપક્રમે પરિણામ સુધારણા એક સામાજિક અભિયાન અંતર્ગત પરીક્ષાલક્ષી માર્ગદર્શન મીટીંગ યોજાઇ. મિટિંગમાં દાહોદ જિલ્લાની 400થી વધુ શાળાના આચાર્ય હાજરી આપી. વર્ગના તમામ વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 33 ગુણ મેળવે અને સો ટકા પાસ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. વહીવટી પ્રશ્નોનું માર્ગદર્શન આપવામાં આવ્યુ. તેજસ વિદ્યાલયના પ્રમુખ રાજુભાઈ સોની દ્વારા તમામનું સ્વાગત કરી આવકાર પ્રવચન કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વિશ્વાસ માર્ગદર્શન આપવામાં તેઓ જણાવજો કે આપ તો ઋષિમુનિના અવતાર છો પરિણામ સુધારણા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો.

Most Popular

To Top