Business

મસ્કે આપી હતી ટ્વિટરના મહિલા CEOની હિંટ, શું યાકરિનો લિંડા બનશે નવી CEO?

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર (Twitter)ના CEO એલન મસ્કે (Elon Musk) તેમનું પદ છોડવાની જાહેરાત કરી દીધી છે. મસ્કે કહ્યું કે, મેં ટ્વિટરના નવા CEOની પસંદગી કરી લીધી છે. જો કે, એલન મસ્કે હજુ નવા CEO ના નામની જાહેરાત નથી કરી. માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના માલિક મસ્કએ સંકેત આપી દીધા છે કે નવા CEO એક મહિલા રહેશે. બસ ત્યાર બાદથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે NBC યૂનિવર્સલની પ્રમુખ લિંડા યાકરિનો (Linda Yaccarino) ટ્વિટરના નવા CEO બની શકે છે.

જો કે, એક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, નવા CEOના રૂપમાં એલા ઈરવિનના નામની પણ ચર્ચા થઈ રહી છે. ઈરવિન હાલમાં ટ્વિટરના ટ્રસ્ટ એન્ડ સેફ્ટી એફર્ટસ ડિવિઝનના પ્રમુખ છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રમોશન મળ્યા પછીથી તેમને મસ્કની સાથે પોતાના સંબંધોને સારા બનાવ્યા છે.

એલન મસ્કે ગુરુવારે ટ્વીટ ર્ક્યુ હતું કે, મને આ જાહેરાત કરતાં ખૂબજ ખુશી થઈ રહી છે કે, મેં ટ્વિટરના નવા CEOની પસંદગી કરી લીધી છે. તે છ અઠવાડિયામાં પોતાની જવાબદારી સંભાળશે. મસ્કે લખ્યુ કે, હું CEOના પદથી રાજીનામું આપી દઈશ. હવે ટ્વિટરના કાર્યકારી અધ્યક્ષ અને મુખ્ય ચીફ ટેક્નોલોજી ઓફિસરના રૂપમાં કામ કરીશ. ત્યાર બાદથી જ લિંડાના નામની ચર્ચાએ જોર પકડ્યો છે.

કોણ છે લિંડા?
યાકરિનોની લિંક્ડઈન આઈડીથી માહિતી મળી કે તે વર્ષ 2011થી NBC યૂનિવર્સલ મીડિયા સાથે સંકળાયેલી છે. હાલમાં તે વૈશ્વિક જાહેરાત અને ભાગીદારીના અધ્યક્ષના પદ પર કાર્યરત છે. આના પહેલા, તે કંપનીના કેબલ મનોરંજન અને ડિજિટલ જાહેરાત વેચાણ વિભાગમાં પણ કામ કરી ચૂકી છે. આ ઉપરાંત લિંડા યાકરિનોએ ટર્નરમાં 19 વર્ષો સુધી કામ ર્ક્યુ છે. જ્યારે લિંડાએ આ કંપની છોડી હતી. ત્યારે તે વેચાણ, માર્કેટ અને એક્વિઝિશનના કાર્યકારી ઉપાધ્યક્ષના પદ પર હતી.

લિંડાના શિક્ષણની વાત કરવામાં આવે તો તે પેન સ્ટેટ યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી. તેણે ઉદાર કલા અને દૂરસંચારનો અભ્યાસ ર્ક્યો છે. એક રિપોર્ટ અનુસાર, યાકરિનો પાસે જાહેરાતને લઈને ઘણું નોલેજ છે. તેણે ખબર છે કે કોઈ જાહેરાતને કેવી રીતે આકર્ષક બનાવવાની છે. આજે તે NBC યૂનિવર્સલ મીડિયામાં અધ્યક્ષના પદ પર હોવાનું કારણ આ જ છે.

હાલમાં લિંડો યાકરિનોને લઈને એક રસપ્રદ ઘટના ખૂબ જ ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક સમયે પાર્ટી દરમિયાન યાકરિનોએ પોતાના મિત્રોને કહ્યું હતું કે, મને ટ્વિટરના CEO બનવું છે.

Most Popular

To Top