Business

ભૂકંપ: 24 કલાકમાં 6 દેશો ધ્રુજી ઉઠ્યા, તાઈવાનમાં ઈમારતો ધરાશાયી, ચીન કાંપ્યુ, સુનામીની ચેતવણી

છેલ્લા 24 કલાકમાં દુનિયાના 6 દેશો ભૂકંપથી હચમચી ગયા છે. ભારતના કેટલાક રાજ્યોમાં પણ ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. જોકે આ ભૂકંપના ઝટકા તાઈવાન, જાપાન કરતા ઘણા નબળા હતા. તાઈવાન (Taiwan), જાપાન (Japan), ચીનમાં (China) ભૂકંપના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તાઈવાનમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આંચકા એટલા જોરદાર હતા કે અહીંની અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. રસ્તા વચ્ચે તિરાડો પડી ગઈ હતી. અનેક પુલ પણ તૂટી ગયા હતા. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે. તાઈવાન ઉપરાંત જાપાન અને ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ગઈકાલથી અત્યાર સુધીમાં આ ત્રણેય દેશોમાં 50થી વધુ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. તાઈવાનમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે ભૂકંપના કારણે તાઈવાન, જાપાન અને ચીનમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ભૂકંપ તાઈવાનના તાઈતુંગ શહેરથી લગભગ 50 કિલોમીટર (30 માઈલ) ઉત્તરમાં આવ્યો હતો. આને લઈને જાપાને તાઈવાન નજીક સ્થિત ટાપુઓમાં સુનામીની ચેતવણી જારી કરી છે.

ભૂકંપ ક્યાં થયો?
earthquake.usgs.gov અનુસાર છેલ્લા 24 કલાકમાં તાઈવાન, જાપાન, ચીન, અફઘાનિસ્તાન, મ્યાનમાર, ભારત (મેઘાલય)માં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૌથી ખરાબ હાલત તાઈવાનમાં છે. અત્યાર સુધીની માહિતી અનુસાર ભૂકંપના આંચકા શહેરથી 50 કિલોમીટર ઉત્તરમાં 2:44 કલાકે (સ્થાનિક સમય મુજબ) અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર 10 કિમી નીચે હતું. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.9 માપવામાં આવી હતી.

24 કલાકમાં 50 થી વધુ ભૂકંપના આંચકા
છેલ્લા 24 કલાકમાં તાઈવાન અને જાપાનમાં 50 થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે. સમગ્ર દેશમાં ભયનો માહોલ છે. લોકો દહેશતમાંં છે. સરકારે લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસી જવા જણાવ્યું છે. રાહત કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તાઈવાન ભૂકંપની સંભાવના ધરાવે છે કારણ કે આ ટાપુ બે ટેક્ટોનિક પ્લેટના જંક્શનની નજીક છે. તાઈવાન ઉપરાંત પાપુઆ ન્યુ ગિની, ન્યૂઝીલેન્ડ, વનુઆતુ અને અન્ય પેસિફિક ટાપુઓમાં હંમેશાં ભૂકંપનું જોખમ રહેલું છે. 

જાણો ભૂકંપનું કેન્દ્ર અને તીવ્રતાનો અર્થ શું થાય છે?
ધરતીકંપનું કેન્દ્ર એ સ્થાન છે જેની નીચે પ્લેટોની હિલચાલને કારણે પૃથ્વી ધ્રુજવા લાગે છે. ભૂકંપની અસર આ સ્થળ અથવા તેની આસપાસના વિસ્તારોમાં વધુ હોય છે. જો રિક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવે છે, તો ધ્રુજારી આસપાસના 40 કિમીની ત્રિજ્યામાં વધુ મજબૂત હોય છે.

Most Popular

To Top