Madhya Gujarat

વીસીના બંગલા ખાતે બે ગાયોને લઈ વિવાદ

વડોદરા : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર દ્વારા પોતાની છાપ ગૌ પ્રેમી તરીકે બનાવવા માટે તેમના નિવાસ્થાન ધનવંતરી બંગલો ખાતે બે ગાયો રાખી છે જે ગાયો શહેરના ગોત્રી ઇસ્કોન મંદિર તરફથી ભેટ આપવામાં આવી હોવાની માહિતી સાંપડી છે.ત્યારે તેનો નિભાવણી ખર્ચ યુનિવર્સિટી ભોગવી રહી છે. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવાદ શમવાનો નામ નથી લેતું.એક પછી એક વિવિધ ઘટનાઓ સામે આવી રહી છે.અગાઉ યુનિવર્સિટીમાં નમાજ પઢવાનો મામલો વિદ્યાર્થીનીની છેડતી ત્યારબાદ વિદ્યાર્થીને માર મારવાની ઘટના સહિતની ઘટનાઓને લઈ વિવાદ યથાવત રહેવા પામ્યો છે.

ત્યારે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે પોતાના બંગલા ઉપર ગાય પાડતા અને તેનો નિભાવણી ખર્ચ યુનિવર્સિટી ભોગવતી હોવાની વાતને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે સાથે સાથે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવ દ્વારા 24 કલાક માટે પોલીસ ગાર્ડ લેવામાં આવ્યા છે.જેનો ખર્ચ પણ યુનિવર્સિટી દ્વારા ઉઠાવવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે અત્રે મહત્વની બાબત તો એ છે કે યુનિવર્સિટીના વાઇસન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવના બંગલા ખાતે બે ગાય પાડવામાં આવી છે જે ગાયોને ઇસ્કોન મંદિર દ્વારા ભેટમાં આપવામાં આવી છે.

જો કે બીજી તરફ યુનિવર્સિટી દ્વારા તેનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવી રહ્યો હોવાની વાતને લઈને વિવાદ ઉઠી રહ્યો છે અને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર વિવાદમાં આવ્યા છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે સમગ્ર રાજ્યમાં વાઈસ ચાન્સેલર દ્વારા પોલીસ ગાર્ડ લેવામાં આવ્યા હોવાનો વડોદરાનો આ પ્રથમ કિસ્સો છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો બાબતે પણ રજૂઆત કરવા જતા વિદ્યાર્થી સંગઠનોને પણ વાઇસ ચાન્સેલર મળતા નહીં હોવાના પણ આક્ષેપ ઉઠી ચૂક્યા છે તો બીજી તરફ અગાઉ કેલેન્ડર વિવાદ અને ત્યારબાદ ડાયરી વિવાદ પણ થયો છે. ત્યારે હવે વાઇસ ચાન્સેલરે પોતાના બંગલે બે ગાયો પાડી છે. અને પોલીસ ગાર્ડ રાખવામાં આવ્યા છે.જેનો સંપૂર્ણ ખર્ચ યુનિવર્સિટી ભોગવી રહી હોવાની વાતને લઈ એક નવો વિવાદ ઉભો થયો છે.

Most Popular

To Top