SURAT

જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કમાં 100 કરોડના ખર્ચે સ્કીલ ડેવલપમેન્ડ સેન્ટર ઉભુ કરાશે

સુરત: (Surat) જ્વેલરી મેન્યુફેક્ચરિંગના હબ બની રહેલા સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી (Gems And Jewelry) સેક્ટરમાં સ્કીલ્ડ વર્કરની ફોર્સ ઉભી કરવા ગુજરાત હીરા બુર્સ સંચાલિત ઇચ્છાપોર જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કમાં 100 કરોડના ખર્ચે સ્કીલ ડેવલપમેન્ડ સેન્ટર ઉભુ કરાશે. આગામી બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા જીજેઇપીસી,ગુજરાત હીરાબુર્સ (Diamond Bourse) અને સુરત જ્વેલરી મેન્યુફક્ચર્સ એસોસિયેશન દ્વારા સહિયારા પ્રયાસ સ્વરૂપે ડીપીઆર તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઇ છે.

આ પ્રોજેક્ટ થકી ડાયમંડ અને જ્વેલરીના એમએસએમઇ એકમોને આરએન્ડડી અને થ્રીડી પ્રિન્ટિંગ સહિતની સુવિધાઓ આપવાનો પ્રયાસ કરાશે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચર્સ એસોસિયેશનના પ્રમુખ જયંતિ સાવલિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે આગામી ૨ વર્ષમાં કોમન ફેસિલિટી સેન્ટર કાર્યરત થશે ઈચ્છાપોર ખાતે ૭000 થી ૭૫00 હજાર ચો.મીટર જગ્યા છે. હાલ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરનો ડીપીઆર તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે.

જીજેઈપીસી દ્વારા કોમન ફેસિલિટી સેન્ટર તૈયાર કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે તેમાં બધા ભેગા મળી યોગદાન આપીશું. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગના 200 યુનિટ કાર્યરત થયા છે. 20 જેટલી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપની પણ સુરતમાં શિફ્ટ થઇ છે. તે ઉપરાંત ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ખજોદ ખાતે ૪૨૦૦ થી વધુ ઓફિસ ધરાવતું વિશ્વનું સૌથી મોટુ ડાયમંડ બુર્સ તૈયાર થઇ રહ્યુ છે.

દિવાળી-2021 સુધીમાં આ બુર્સ કાર્યરત થાય તેવી આશા છે. બુર્સ શરુ થાય તે પૂર્વે જ નાની-મોટી ડાયમંડ જવેલરીની ૨૦૦થી વધુ કંપનીઓ સુરતમાં સ્થાયી થઈ છે. આવનારા દિવસમાં વધુ કંપનીઓ સુરતમાં કાર્યરત થાય તેવી શક્યતા છે. સુરતની ભવિષ્યની આ સેક્ટરને જરૂરિયાતને ધ્યાને રાખી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર અથવા કોમન ફેસિલિટી સેન્ટર ઉભું કરાશે. સુરતમાં સિન્થેટિક ડાયમંડ ઇન્ડસ્ટ્રી પણ ડેવલપ થઇ રહી છે ત્યારે આ પ્રકારના સેન્ટરો થકી સ્કીલ વર્કરની ફોર્સ ઉભી કરાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top