National

દિલ્હી પોલીસ કમિશનરનો સાથીઓને પત્ર: આવનારા દિવસો પડકાર રૂપ છે, ધીરજ જાળવજો

નવી દિલ્હી: 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન (REPUBLIC DAY) પર ખેડુતોએ ટ્રેક્ટર કૂચ કાઢી હતી. જેમાં આંદોલનકારીઓએ ઉગ્ર આંદોલન કર્યું હતું. આ અવ્યવસ્થામાં ત્રણસોથી વધુ પોલીસ જવાન ઘાયલ (MORE THAN 300 POLICE INJURED) થયા છે. દિલ્હી પોલીસ કમિશનરે દિલ્હી પોલીસકર્મીઓ માટે ભાવનાત્મક પત્ર (LETTER) લખ્યો છે. આ પત્રમાં તેમણે લખ્યું છે કે આગામી દિવસો પડકારરૂપ બની શકે છે. જેથી આપણે સાવચેતી રાખવી પડશે. સાથેજ તમારે ધીરજ અને અનુશાસન કેળવવું પડશે. આ અગાઉ પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવે એક પ્રેસ કોન્ફરન્સ આપીને આખી ઘટનાની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે, દિલ્હીમાં ઉપદ્રવ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સાથીદારોની સ્થિતિ પણ જાણી :
તેમણે વધુમાં કહ્યું કે, ‘તમારી મહેનત અને કાર્યક્ષમતાથી જ અમે ખેડૂત આંદોલનના પડકાર સામે ઉભા રહી શક્યા છે. ખેડૂત આંદોલનમાં થયેલી હિંસા (VIOLENCE)થી અમારા 394 સાથીઓ ઘાયલ થયા છે. કેટલાકની હજી પણ હોસ્પિટલમાં સારવાર (TREATMENT) કરવામાં આવી રહી છે. હું પોતે કેટલાક ઇજાગ્રસ્ત સાથીઓ સાથે તેમની હાલત જાણવા માટે હોસ્પિટલમાં ગયો હતો.

પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવે સમજણથી કામ કરવાનું કહ્યું, ’26 આક્રમક અને હિંસક ખેડૂત આંદોલન જાન્યુઆરીએ ખૂબ જ ધૈર્યપૂર્ણ અને સમજણપૂર્ણ સાબિત થયું છે. જો કે અમારી પાસે બળ (FORCE)નો ઉપયોગ કરવાનો વિકલ્પ હતો, પરંતુ અમે સમજણ બતાવી. તમારા આચરણને કારણે, દિલ્હી પોલીસ આ પડકારજનક (CHALLENGE) આંદોલનનો સામનો કરવામાં સક્ષમ હતી. આપણે બધાએ આવા પડકારોનો સામનો કરવો પડ્યો છે. અને કરતા આવ્યા છે.

દિલ્હી પોલીસની કડક કાર્યવાહી શરૂ
પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાને લઈને હવે દિલ્હી પોલીસ કાર્યવાહીમાં છે. ઘણા ખેડૂત નેતાઓ સામે લુકઆઉટ પરિપત્ર (LOC) જારી કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ હવે આ નેતાઓના પાસપોર્ટ સોંપવાની પ્રક્રિયા શરૂ કરશે . અગાઉ, પોલીસે ખેડૂત નેતાઓને સમજૂતી આપવા કહ્યું હતું કે કરારનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે કેમ પગલા ન લેવા જોઈએ. ખેડૂત નેતાઓને જવાબ (ANSWER) આપવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. યોગેન્દ્ર યાદવ, બલબીર રાજેવાલ, બલદેવસિંહ સિરસા જેવા નામ સહિત 20 થી વધુ ખેડુતોને નોટિસ આપવામાં આવી છે.

કોઈને બક્ષવામાં આવશે નહીં: દિલ્હી પોલીસ
દિલ્હી પોલીસે લાલ કિલ્લા પર થયેલી હિંસાને ‘સૌથી નિંદાત્મક અને રાષ્ટ્ર વિરોધી કૃત્ય’ ગણાવી હતી. પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો કે 26 જાન્યુઆરીની હિંસામાં ખેડૂત નેતાઓ શામેલ હતા. તેમણે ચેતવણી આપી છે કે કોઈને બક્ષવામાં આવશે નહીં. નોટિસમાં ટ્રેકટરોની પરેડ માટેની શરતો (CONDITION)નું ઉલ્લંઘન પણ કરાયું છે. પોલીસે ક્રાંતિકારી ખેડૂત સંઘના વડા દર્શન પાલને હિંસામાં સામેલ તેમની સંસ્થા સાથે સંકળાયેલા ગુનેગારોનું નામ લેવા જણાવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top