Gujarat

આજથી ગાંધીનગરમાં 12મી શ્રેણીના ડિફેન્સ એકસ્પોનો આરંભ : 19મીએ પીએમ મોદી આવશે

ગાંધીનગર : ભારતની ડિફેન્સ એકસપોર્ટને (Defense Exports of India) ૫૦૦ કરોડને પાર લઈ જવાના લક્ષ્યાંક સાથે આવતીકાલ તા.૧૮થી ૨૨મી ઓકટો. દરમ્યાન ગાંધીનગરમાં (Gandhinagar) દેશની ૧૨મી શ્રેણીનું ડિફેન્સ એકસ્પોનું આયોજન કરાયુ છે. તા.૧૯મી ઓકટો.ના રોજ પીએમ નરેન્દ્ર મોદી તથા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તેમાં સહભાગી થશે, પીએમ મોદી સેકટર -૧૭ના હેલીપેડ ગ્રાઉન્ડ પર યોજાનાર ડિફેન્સ પ્રદર્શનમાં હાજરી આપનાર છે. આ ડિફેન્સ એકસ્પો દેશની લેન્ડ, નેવલ તથા હોમલેન્ડ સિકયુરિટી સિસ્ટમને શો કેસ કરશે.

આ પાંચ દિવસ દરમ્યાન અમદાવાદમા સાબરમતી રિવરફર્ન્ટ ખાતે જીવંત એરફોર્સ તથા નેવલ કમાન્ડો દ્વારા જીવંત પ્રદર્શન યોજાશે. જ્યારે ગાંધીનગરમાં હેલિપેડ મેદાનમાં શસ્ત્ર તતા સિસ્ટમ પ્રદર્શન યોજાશે, જ્યારે મહાત્માં મંદિર ખાતે બિઝનેસ સેમિનાર યોજાનાર છે. ખાસ કરીને ડિફેન્સ સ્ટાર્ટ અપ્સ તથા આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ સહિત ભારતની નવીન ડિફેન્સ ટેકનોલોજી પણ આ પ્રદર્શન યોજનાર છે. ભારતને ડિફેન્સ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા તેમજ ભારતની નિકાસ વધારીને ૫૦૦ કરોડને પાર લઈ જવા માટે આ ડિફેન્સ એકસ્પો દ્વારા પ્રયાસ કરાશે.

ડેફએક્સપો 2022 દરમિયાન ભારત-આફ્રિકા સંરક્ષણ સંવાદ યોજાશે
ગાંધીનગર : કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે 18 ઓક્ટોબર, 2022ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં 12માં ડિફેન્સ એક્સપોની સાઈડ લાઈનમાં ભારત-આફ્રિકા સંરક્ષણ સંવાદ (IADD) દરમિયાન આફ્રિકન રાષ્ટ્રોના સંરક્ષણ મંત્રીઓની યજમાની કરશે. સંવાદની વ્યાપક થીમ ભારત-આફ્રિકા: સંરક્ષણ અને સુરક્ષા સહકારને મજબૂત કરવા અને સિનર્જાઇઝિંગ માટે વ્યૂહરચના અપનાવવી છે.

ભારત અને આફ્રિકા ગાઢ અને ઐતિહાસિક સંબંધો ધરાવે છે. આફ્રિકા પ્રત્યેના ભારતના અભિગમને 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવેલા કમ્પાલા સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. ભારતની સંલગ્નતા આફ્રિકન અગ્રતાઓ પર આધારિત છે જે આફ્રિકનોએ પોતે દર્શાવેલ છે. તા.૬ ફેબ્રુઆરી, 2020ના રોજ DefExpo સાથે જોડાણમાં લખનૌ, ઉત્તર પ્રદેશમાં સૌપ્રથમવાર ભારત-આફ્રિકા સંરક્ષણ મંત્રીઓની કોન્કલેવ યોજાઈ હતી. એક સંયુક્ત ઘોષણા – ‘લખનૌ ઘોષણા’ – પરિષદના અંતે પરિણામ દસ્તાવેજ તરીકે અપનાવવામાં આવી હતી.

‘લખનૌ ઘોષણા’ને ચાલુ રાખીને અને હિતધારકો સાથે પરામર્શમાં, IAADને દર બે વર્ષે એકવાર DefExpo દરમિયાન યોજવા માટે સંસ્થાકીય કરવામાં આવ્યું છે. IADD પરસ્પર જોડાણ માટે કન્વર્જન્સના નવા ક્ષેત્રોની શોધ કરશે, જેમાં ક્ષમતા નિર્માણ, તાલીમ, સાયબર સુરક્ષા, દરિયાઈ સુરક્ષા અને આતંકવાદનો સામનો કરવા જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ (MP-IDSA)એ ભારત-આફ્રિકા ડિફેન્સ ડાયલોગ માટે નોલેજ પાર્ટનર છે.

Most Popular

To Top