SURAT

સુરત: આડા સંબંધની શંકા નાખનાર વૃદ્ધની કરુણ હત્યા

સુરત: ઇકલેરા ગામમાં ખેતરમાંથી 70 વર્ષીય વૃદ્ધની કોહવાયેલી લાશ (Deadbody) મળી હતી. પોસ્ટમોર્ટમ કરતા વૃદ્ધને શરીરે અનેક ઇજાઓ થતા મોત (Death) થયાનું સામે આવતા સચીન પોલીસે (Police) હત્યાનો (Murder) ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

ભરૂચ ખાતે વાલિયઆ તાલુકામાં ગુંદિયાગામમાં રહેતા 50 વર્ષીય જીતેન્દ્રભાઈ પ્રભુભાઈ વસાવાએ સચીન પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જીતેન્દ્રભાઈના પિતા પ્રભુભાઈ (ઉ.વ.70) વીસ વર્ષથી ઉન પાટીયા ખાતે કોલસાના કારખાનામાં કામ કરતા હતા. હાલમાં આ કારખાનું ઇકલેરાગામમાં શેરડીના ખેતરમાં બનાવ્યું હતું. અને પ્રભુભાઈ ત્યાં જ રહેતા હતા. તેમની સાથે કુસુમબેન તથા બીજા મજુરો સાથે રહેતા હતા.

ગત 28 તારીખે કોલસાના કારખાનેદાર લલ્લુભાઈએ જીતેન્દ્રભાઈને ફોન કરીને તેમના પિતા પ્રભુભાઈનું મોત થયાની જાણ કરી હતી. જેથી જીતેન્દ્રભાઈ અને તેમની બહેનોએ આવીને જોતા પ્રભુભાઈની લાશ ખેતરમાં કોહવાયેલી હાલતમાં મળી હતી. પોલીસે તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં તેમના શરીરે ઘણી બધી ઇજાઓ થવાથી તેમનું મોત થયાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધર્યો છે. જો કે, પોલીસે હત્યામાં સંડોવાયેલા આરોપી ઇશ્વર ઉર્ફે કોયલો વલ્લભ વસાવાને ઝડપી લીધો હતો. તેણે જણાવ્યું હતું કે આ મૃતક વૃદ્ધ ખેતરમાં કામ કરતી એક આધેડ મહિલા સાથે રહેતો હતો. તે મહિલા સાથે દિવાળીની રાત્રે હું બેઠો હતો. જેથી મૃતકને મહિલા આરોપીની રખાત હોવાનો વહેમ જતાં તેણે આરોપીને માથામાં ફટકો માર્યો હતો. જેના જવાબમાં આરોપીએ વૃદ્ધને માર મારતા તેનું મોત થઇ ગયું હતું.

વ્યારા ચીખલવાવ ગામ પાસે ઈકોની અડફેટે આવેલ એક્ટિવા સવારનું મોત
વ્યારા: વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે પેટકી ફળિયામાં રહેતા રવિન્દ્રભાઈ મનુભાઈ ગામીત ગત તા. 27/10/2022ના રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં પોતાની એક્ટિવા ગાડી લઈને કામકાજ અર્થે નીકળ્યા હતા. તે દરમિયાન વ્યારા- માંડવી રોડ પર ચીખલવાવ ગામની સીમમાંથી પસાર થતી વેળાએ પૂરપાટ ઝડપે આવતી એક ઇકો ગાડી નં.જીજે 26 એબી 2716ના ચાલકે આ એક્ટિવાને અડફેટે લીધી હતી. આ અકસ્માત કરી ઈકો ગાડી ચાલક પોતાની ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો.

બીજી તરફ એક્ટિવા સવાર ઇજાગ્રસ્ત રવિન્દ્રભાઈ મનુભાઈ ગામીત ઉ.વ.61ને માથા તેમજ ડાબા પગે ગંભીર ઈજા થઈ હોય પ્રાથમિક સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. હાલત ગંભીર હોવાથી ત્યાંથી વધુ સારવાર માટે સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન રવિન્દ્ર ગામીતનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પ્રિયંકાબેન પરમારે વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા ઝીરો નંબરથી ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે આવતા વધુ તપાસ હાથ ધરાઇ છે.

Most Popular

To Top