SURAT

સુરતનાં અડાજણમાં ગાડી ધોવાને લઈ સિક્યુરિટી ગાર્ડે વોચમેનને નિંદ્રા અવસ્થામાં જ પતાવી દીધો

સુરત: અડાજણ વેસ્ટર્ન હાઇટ્સ સિધ્ધાર્થ વિંગની ટેરેસ પર બે સિક્યુરિટી ગાર્ડે વોચમેનને ક્રિકેટ બેટના ફટકા મારી પતાવી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. બદ્રીપ્રસાદ ખેંગાર ત્રણ વર્ષથી વોચમેન તરીકે કામ કરતો હતો. ગાડીઓ બરાબર ધોવા બાબતે થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. હત્યારા બન્ને સિજયુરિટી ગાર્ડ ભાગી જતા શોધખોળ હાથ ધરાઈ છે.

ભત્રીજા દીનેશે જણાવ્યું હતું કે, ઘટના 9 મીની મધરાત્રી દરમિયાન બની હોય એમ કહી શકાય છે. બદ્રીપ્રસાદ સવારે વોચમેનની ડ્યુટી કરતો હતો અને રાત્રે ટેરેસ પર સુઈ જતો હતો. હત્યારા બન્નેએ પગાર મળતા જ દારૂના નશામાં ચૂર બની નિદ્રાવાન બદ્રીપ્રસાદ પર ક્રિકેટનું બેટ કઈ તૂટી પડ્યા હતા. માથામાં ફટકા મારી નિર્મમ રીતે હત્યા કરી હતી. ત્યારબાદ ભાગી ગયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે આજે સવારે પોતાના સમય પર ગાડી ધોવા નીચે નહિ ઉતરતા મિત્રો બદ્રીપ્રસાદને ટેરેસ પર બોલાવવા ગયા હતા. જ્યાં બદ્રીપ્રસાદ નો મૃતદેહ લોહીથી ખરડાયેલી હાલતમાં મળી આવ્યો હતો. બુમાબુમ થઈ જતા સોસાયટીના લોકો પણ ભેગા થઈ ગયા હતાં તાત્કાલિક પોલીસ ને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી. ઘટનાની તપાસમાં હત્યારા બન્ને સિક્યુરિટી ગાર્ડ રમાકાન્ત ઉર્ફે ભોલા અને રામપાલ હોવાનું સામે આવ્યું છે. બન્ને વતન વાસી યુપીના જ હતા. હાલ પોલીસ બન્નેને શોધી રહી છે.

વધુમાં જણાવ્યું હતું કે બદ્રીપ્રસાદનું પરિવાર માતા-પિતા, ભાઈ-બહેન અને પત્ની બાળકો વતન યુપીમાં રહે છે. રોજગારીની શોધમાં આવેલા બદ્રીપ્રસાદની હત્યાની ખબર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. હત્યારા બન્ને ને શોધી કાઢવા પોલીસે નાકાબંધી કરી છે. ગાડી ધોવા ને લઈ થયેલો ઝગડો 4 દિવસ થી ચાલતો હતો. હત્યારા બન્ને જાહેરમાં કહેતા હતા કે બદ્રી કો હમ માર ડાલેંગે, પર વિશ્વાસ ન થતો હતો. અડાજણ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top