Dakshin Gujarat

ડાંગમાં ‘પુષ્પા રાજ’: વનકર્મીઓના વાહનને ટક્કર મારી ભાગી છુટવાનો લાકડાચોરોનો પ્રયાસ

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ. દિનેશ રબારીનાં માર્ગદર્શન હેઠળ ભેંસકાતરી રેંજનાં આર.એફ.ઓ સમીર કોંકણી અને વનકર્મીઓની ટીમે ગતરોજ રેંજનાં લાગુ જંગલ (Forest) વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. તે દરમ્યાન ભેંસકાતરી બીટ કમ્પાર્ટમેન્ટ ન. 188માં વીરપન્નો દ્વારા સાગી ઝાડોને કાપી નાખી આજરોજ આ કટિંગ કરેલા લાકડાને ભરવા આવવાની બાતમી મળી હતી.

  • ડાંગ જિલ્લાનાં ભેંસકાતરી રેંજનાં પાંઢરમાળ નજીકથી ગેરકાયદે ઇમારતી લાકડા ભરેલી બોલેરો ઝડપાઇ
  • બાતમીનાં આધારેનાં ભેંસકાતરી રેંજ વિભાગનાં કર્મીઓ દ્વારા સઘન વોચ ગોઠવી હતી
  • ઈસમો વનકર્મીની ટીમને જોઈ સ્થળ પરથી ભાગી છૂટ્યા
  • હાલમાં ભેંસકાતરી વન વિભાગની ટીમે સાગી લાકડાનાં જથ્થાનો કબજો લઇ વધુ તપાસ કરતા સાગી નંગ- 7 જે ભરવાનાં હતા

આ બાતમીનાં આધારેનાં ભેંસકાતરી રેંજ વિભાગનાં કર્મીઓ દ્વારા સઘન વોચ ગોઠવી હતી. તે અરસામાં સવારે 3.00 કલાકે પાંઢરમાળ વાંકન રસ્તાનાં વાધદેવ પાસે અમુક ઈસમો બોલેરો પીકઅપ નંબર એમ.એચ.15.એચ.એચ. 3687માં સાગી નંગ-7 ભરી રહ્યા હતા. જે ઈસમો વનકર્મીની ટીમને જોઈ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. વધુમાં લાકડા ભરેલી બોલેરો પિકઅપનાં ડ્રાઇવરે ભેંસકાતરી રેંજની સરકારી ગાડીને ટક્કર મારી નાસી છૂટ્યો હતો.

બાદમાં ભેંસકાતરીનાં આર.એફ.ઓએ ચારે બાજુ નાકાબંદી કરી બોલેરો પીકઅપ નંબર એમ.એચ. 15 એચ.એચ. 3687 ગાડીનો પીછો કરતા અંદાજે 11 કિ.મી. દુર ભેંસકાતરી ફળિયા પાસે પીકઅપ ગાડીનાં ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ખાડામાં ઉતારી દઈ અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો. હાલમાં ભેંસકાતરી વન વિભાગની ટીમે સાગી લાકડાનાં જથ્થાનો કબજો લઇ વધુ તપાસ કરતા સાગી નંગ- 7 જે ભરવાનાં હતા. જેનુ ઘનમીટર.1.913 જેની અંદાજીત કિંમત 70,000 તેમજ મહેન્દ્ર બોલેરો પીકઅપની અંદાજીત કિંમત 7,30,000 મળી કુલ 8,00,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. હાલમાં વધુ તપાસ ભેંસકાતરી રેંજનાં આર.એફ.ઓ સમીર કોંકણીએ હાથ ધરી છે.

Most Popular

To Top