Sports

સીએસકે સામે હારતા દિલ્હીના પ્લેઓફ પ્રવેશની સંભાવનાનો અંત

ચેન્નાઇ : આઇપીએલમાં (IPL) આજે અહીં ચેપોકની ધીમી વિકેટ પર દિલ્હી કેપિટલ્સના (DC) બોલરોએ શરૂઆતમાં કસેલા સકંજા પછી અંતિમ ઓવરોમાં એમએસ ધોનીએ 9 બોલમાં 20 રનની ઇનિંગ રમીને ચેન્નાઇ સુપર કિંગ્સને 8 વિકેટે 167 રનના સ્કોર સુધી પહોંચાડીને મુકેલા 168 રનના લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન ચેન્નાઇ સુપર કિંગ્સના બોલરો સામે ઝીંક ઝીલી શક્યા નહોતા અને તેઓ 8 વિકેટે 140 રન જ બનાવી શકતાં સીએસકેનો 27 રને વિજય થયો હતો.

સીએસકેને હંમેશા જોરદાર શરૂઆત અપાવનાર ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડની જોડી પાવરપ્લેમાં માત્ર 49 રનના સ્કોર સુધીમાં પેવેલિયન ભેગી થઇ હતી. તે પછી નિયમિત સમયાંતરે થોડા થોડા રનોના ઉમેરામાં વિકેટો પડતી રહી હતી અને 16.2 ઓવરમાં 126 રનના સ્કોર સુધીમાં સીએસકેએ 6 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી બેટીંગમાં આવેલા ધોનીએ 9 બોલમાં 2 છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 20 રન કરીને ટીમને 150 પાર પહોંચાડી હતી. દિલ્હી વતી મિચેલ માર્શે 3 અક્ષર પટેલે 2 જ્યારે ખલીલ અહેમદ, લલિત યાદવ અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top