SURAT

‘પીઆઇ સાથે સીધુ બંધારણ છે આને હવે પકડતાં નહીં’, કોન્સ્ટેબલ-બુટલેગરની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં ખળભળાટ

સુરત (Surat) : દારૂની (Liquor) હેરાફેરી માટે બદનામ સચિન (Sachin) પોલીસ કોન્સ્ટેબલ (Police Constable) મુકેશ અને કૌશિકની ઓડિયો ક્લિપ વાયરલ (Viral Audio Clip) થતાં કૌશિક મકવાણાની તાત્કાલિક ટ્રાફિકમાં (Traffic) બદલી (Transfer) કરી દેવામાં આવી છે.

  • સચિન પોલીસ અને મહિલા બુટલેગરનો ઓડિયો વાયરલ થતાં કોન્સ્ટેબલની ટ્રાફિકમાં બદલી
  • પીઆઇ સાથે બંધારણ હોવાની વાત કરીને કેશિયરે પીઆઇની પોલ ખુલ્લી કરી

દારૂની ખેપ મારતી મહિલા દ્વારા ભાટિયા ચેકપોસ્ટ પર હપતા લીધા પછી પણ પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાની ફરિયાદ મુકેશ નામના કોન્સ્ટેબલને કરવામાં આવી હતી. દારૂની ખેપ મારતી મહિલાનો ઓડિયો પોલીસ બેડામાં વાયરલ થતા ચર્ચાના ચક્રાવાતે ચઢયો હોવાની વિગત જાણવા મળી છે.

દારૂની સેટિંગબાજી પીઆઇ સાથે હોવાની વાત કરનાર મુકેશ નામના કોન્સ્ટેબલ દારૂ લાવનાર મહિલાને નહી પકડવા માટે કૌશિક મકવાણા નામના કોન્સ્ટેબલને રીકવેસ્ટ કરતો ઓડિયો વાયરલ થતા પોલીસ બેડામાં આ મુદો હોટ કેક બન્યો છે. આ વિડીયો બાદ તાબડતોડ સચિન પીઆઇ અને કેશિયર મુકેશ સામે ઇન્કવાયરી મૂકવામાં આવી છે.

દરમિયાન આ ઓડિયો વાયરલ થતા આ કાંડમાં કેશિયર અને પીઆઇ વચ્ચે મતભેદ હોવાની ચર્ચા છેડાઇ છે. સરવાળે આ ઓડિયોની તપાસ થાયતો સચિન પોલીસ સ્ટેશનની હપ્તાખોરી બહાર આવે તેમ છે. ચેકપોસ્ટ પર બેઠેલા અને મહિલા બૂટલેગરની ફરિયાદ બાદ હાલમાં પોલીસ કમિશનર અજય તોમરે કૌશિક મકવાણાની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે.

વાયરલ થયેલા ઓડિયોના કેટલાક અંશ

  • મહિલા બૂટલેગર : મુકેશભાઇ આ જોને હેરાન કરે છે.
  • મુકેશ કહે છે 3 દિવસ બંધ રાખવાનુ તને કહ્યું હતું.
  • મહિલા બૂટલેગર : મને ચેક પોસ્ટ પર ખોટી રીતે હેરાન કરે છે.
  • બુટલેગર : તમે પકડો છો તેથી બસ વાળા અમને બેસાડતા નથી
  • મહિલા બુટલેગર : અમને એક જ દિવસ બંધ કરવાનું કહ્યું હતું.
  • બુટલેગર : ચેકપોસ્ટ પર ખોટી રીતે હેરાન કરે છે.
  • મુકેશ ચેકપોસ્ટના કિશોર મકવાણા સાથે ફોન પર વાત કરે છે
  • કિશોર મકવાણાને મુકેશ કહે છે પીઆઇ સાથે સીધુ બંધારણ છે , આને હવે પકડતાં નહી

Most Popular

To Top