Vadodara

મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચે છેતરપિંડીની ફરિયાદ

વડોદરા : શહેરના માંજલપુર પોલીસ મથકમાં ગત તારીખ 13 ઓગસ્ટ 2023ના રોજ અરજદારે મુખ્યમંત્રી ગૃહ યોજનામાં નંબર લાગી ગયો છે.તેવું કહી છેતરપિંડી આચરી હતી. આરોપીએ પોતે સરકારી અધિકારી હોવાનું જણાવી ફરિયાદી પાસે મુખ્યમંત્રી ગૃહ યોજનામાં મકાન આપવાના નામે 7.67 લાખની છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાઇ હતી.આ ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ભરત રમેશચંદ્ર ગજ્જર રહે.બી-12, જયરામ નગર, મકરપુરા ડેપોની પાછળ, વડોદરા શહેરની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

આ છેતરપીંડીમાં ફરિયાદીએ ભરત રમેશચંદ્ર ગજ્જર અને દિલીપભાઇ જોશીએ પોતે સરકારી અધિકારી હોવાનુ જણાવી મુખ્યમંત્રી ગૃહ યોજનામાં ધર અપાવવાનો વાયદો કરી ન આપતા આખરે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી.આ ઘર માટે ફરિયાદી પાસેથી સ્ટેમ્પ ડ્યુટી તથા અન્ય ખર્ચ માટે 7,67,000 રૂપિયા લઈ બનાવટી ફાળવણી પત્ર આપી ઘર નહીં ફાળવી છેતરપિંડી આચરતા આ બન્ને આરોપીઓ વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ હતી.જેના આધારે માંજલપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ફરી હતી.આ છેતરપિંડી અંગે એસીપી પ્રણવ કતારીઆએ જણાવ્યું હતું કે હાલમાં આરોપીની માંજલપુર પોલીસે ધરપકડ કરી છે. તેની સામે કાર્યવાહી ચાલી રહી જે જેમાં હાલ આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. બાદમાં કોર્ટમાં રજૂ કરી જરૂર જણાશે તો રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે.

ભાજપના નામે તરી ખાતા ડિકેશનો વારો ક્યારે ?
ગુજરાત હાઉસિંગ બોર્ડ અને દીનદયાલ યોજનામાં મકાન અપાવવાની લાલચે એક મહિલા અને એક રીક્ષા ચાલક સહિત અન્ય લોકો સાથે છેતરપિંડી કરી પોતે ભાજપમાં હોવાનું કહી પોતાના ફોટા નામાંકિત વ્યક્તિઓ સાથે બતાવી ઉપર સુધી પહોંચ હોવાનું કહી છેતરપિંડી કરનાર ડિકેશ રાઠોડ વિરુદ્ધ પણ પોલીસને એકથી વધુ અરજી મળી છે.તેના વિરુદ્ધ આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં થતા ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top