Dakshin Gujarat

‘તું અમારા દુશ્મનના ખેતરમાં મજૂરીકામ કરવા કેમ જાય છે?’ કહી મહિલા પર હુમલો

માંડવી: માંડવીના (Mandvi) પીપરિયા ગામે ખેતરમાં (Farm) મજૂરી કરવા ગયેલી મહિલા પર કોસાડી ગામે સાસરે આવેલી પરણીતા અને જમાઈએ અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં પોલીસ (Police) ફરિયાદ નોંધતાં ચકચાર મચી ગઈ હતી.

માંડવીના પીપરિયા ગામની સીમમાં બ્લોક નં.169વાળી જમીન માલિક નયન મનહર પટેલના ખેતરમાં મજૂરીકામ અર્થે ગયેલી બબીતા સૂકા હળપતિ (રહે.,કોલોની ફળિયું, પીપરિયા)ને કોસાડી ગામે સાસરે ગયેલી સુરેખા ઉર્ફે સુરકી નાથુ વસાવા અને જમાઈ ગોમાન વસાવા (બંને રહે.,કોસાડી)એ પીપરિયા જઈ બબીતા હળપતિને કહ્યું હતું કે, તું દરરોજ અમારા દુશ્મનના ખેતરમાં કામ કરવા આવે છે. તું અહીંથી નાસી જા. નહીં તો આજે તારાં હાથ-ટાંટિયાં તોડી નાંખીશું., તેમ કહી સુરકી અને ગોમાને અપશબ્દો બોલી વધુ માર મારવા કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ તેમની પાછળ દોડ્યાં હતાં.

માંડવીના પીપરિયામાં ખેતરમાં મજૂરીકામ અર્થે ગયેલી મહિલાના પગમાં ધારિયાનો ઘા કરનાર સામે ફરિયાદ
વધુમાં જમાઈ ગોમાને ધારિયા વડે બબીતાના ડાબા પગમાં માર્યું હતું. આ બનાવમાં સ્થાનિકોએ મહિલાને તાત્કાલિક બારડોલી સરદાર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં તબીબે પગના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું હતું. આ બાબતે સુકા ભાણા હળપતિ (ઉં.વ.50)એ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આગળની તપાસ પોસઈ બી.એસ.ગામીત કરી રહ્યા છે.

ખેરગામના વાડ ગામે ટેમ્પો ઝાડ સાથે અથડાતાં ચાલકનું મોત
ખેરગામ : ચીખલી તાલુકાના મિયાઝરી ગામે રહેતા ગણેશભાઇ નરસિહભાઇ પટેલ (ઉવ.59) જેઓ તેમની માલિકીનો 407 ટેમ્પોમાં ભાતની બોરી ભરીને જઇ રહ્યા હતા. તે દરમ્યાન ખેરગામના વાડ ગામે પટેલ ફળિયામાં કન્ટોલથી આગળ વાડ ખાડી તરફ જતા રસ્તેથી પસાર થતા હતા, તે સમયે પુરઝડપે અને બેફીકરાઇ ગફલત ભરી રીતે વહન કરી લઇ જતા પોતાનો સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેના પગલે ટેમ્પો નજીકમાં આવેલા ઝાડ સાથે અથડાતા તેમને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. આ મામલે વિષ્ણુભાઈ ગણેશભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઈ એસ.એસ.માલ કરી રહ્યા છે.

Most Popular

To Top