Gujarat

‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’એ મુખ્યમંત્રીના મિત્રોને માલામાલ કરવાની યોજના: પરેશ ધાનાણી

GANDHINAGAR : ગુજરાતમાં ૫૪ લાખ કરતાં વધારે ખેડૂતો અને ૬૮ લાખ કરતાં વધારે ખેતમજૂરો છે. રાજ્યમાં આજે ખેત ઉત્પાદન મોંઘું થતું જાય છે, પોષણક્ષમ ભાવનો અભાવ છે, વીજળી-સિંચાઈના મોંઘા દર, મોંઘા ખાતર-બિયારણ-ઓજારના કારણે ગુજરાતનો ખેડૂત અને ખેતમજૂર હવે પાયમાલ થઈ ગયો છે. ખેડૂતોને બે ગુંઠા જમીન જોઈતી હોય તો સરકાર નનૈયો ભણે છે. ખેતમજૂરોને સાંથણીની જમીન આપવાની વ્યવસ્થા જે વર્ષોથી ચાલતી હતી તેને સદંતર બંધ કરી દેવામાં આવી છે.

નાના માણસને છાપરું બનાવવા માટે ૧૦૦ ચો.વારનો મફત પ્લોટ જોઈ તો હોય તો ભાજપ સરકાર નનૈયો ભણે છે, બીજીબાજુ મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશનના નામે મુખ્યમંત્રીના મિત્રોને માલામાલ કરવાની યોજનાનો ગુજરાતમાં આરંભ થયો છે.વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી ખરાબા, પડતર અને ગૌચર સહિત ૧,૦૦૦ કરોડ ચો.મી. કરતાં વધુ જમીનો ભૂતકાળમાં પોતાના મિત્રોને રૂ. ૧ના ટોકનદરે ધરી દીધી છે. હવે જમીન વેચવાની બાકી નથી રહી. ખેડૂતોને ખેતરમાં પાણી નથી મળતું ત્યારે ઉદ્યોગોમાં સરકાર જોઈએ તેટલું પાણી ઉપલબ્ધ કરાવે છે. ખેડૂતોને ખેતરમાં વીજળી મળતી નથી ત્યારે ઉદ્યોગપતિઓના કારખાના ૨૪ કલાક ધમધમે એવી વ્યવસ્થા ભાજપ સરકાર કરે છે.


ધાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ ક્રાંતિને નવી દિશા આપવી જ હોય તો ખેડૂત-ખેતમજદૂરોને સરકારે જમીન આપવી જોઈએ. લાખો પરિવાર કે જે છાપરા વિહોણા છે તેમની ૧૦૦ ચો.વારના પ્લોટની માંગણીઓ મંજૂર કરવી જોઈએ. ખેડૂતોને પાણી માટે થઈને બે ગુંઠા જમીન આપતા સરકારને ચૂંક આવે છે અને બીજીબાજુ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને ૫૦,૦૦૦ હેક્ટર જમીન પાણીના ભાવે આપવાનું ષડયંત્ર રચ્યું છે, ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો-ખેતમજદૂરો-ગરીબ-ગામડા હવે આ લડાઈને આગળ ધપાવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top