નવી દિલ્હી: આજે તા. 13 મેના રોજ સવારે સીબીએસઈ બોર્ડ ધો. 12નું પરિણામ જાહેર થયાના ગણતરીના કલાકોમાં ધો. 10નું રિઝલ્ટ પર જાહેર થયું છે. આ વર્ષે લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓનું આજે સીબીએસઈ બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર રિઝલ્ટ જાહેર કરાયું છે.
ધો. 10નું પરિણામ પાછલા વર્ષ 2023 કરતાં 0.48 ટકા સારું રહ્યું છે. ગયા વર્ષે 93.12 ટકા વિદ્યાર્થી પાસ થયા હતા, આ વખતે 93.60 રિઝલ્ટ આવ્યું છે. ધો.10માં આ વર્ષે સીબીએસઈ બોર્ડમાં દેશભરમાંથી 22,38,827 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 20,95,467 સ્ટુડન્ટ્સ પાસ થયા છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ધો.10નું 0.48 ટકા રિઝલ્ટ વધુ આવ્યું છે. ધો. 10માં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 94.75 ટકા છે અને વિદ્યાર્થિનીઓનું રિઝલ્ટ 92.72 ટકા છે.
CBSE ધોરણ 10માંની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2024 વચ્ચે યોજાઈ હતી. CBSE બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ cbseresults.nic.in, cbse.nic.in, cbse.gov.in, digilocker.gov.in, results.gov.in, DigiLocker એપ અને UMANG pp પર પણ તેમનું સ્કોરકાર્ડ ચકાસી શકે છે.
સવારે ધો. 12નું 87.98 ટકા રિઝલ્ટ જાહેર થયું હતું
સીબીએસઈ બોર્ડના ધો. 12ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આજે બોર્ડે ધો. 12ના રિઝલ્ટ જાહેર કર્યા છે. બોર્ડની અધિકૃત વેબસાઈટ પર રિઝલ્ટ જાહેર કરાયા છે. આ વર્ષે કુલ 87.98 ટકા સ્ટુડન્ટ્સ પાસ થયા છે. ગુજરાત બોર્ડની જેમ સીબીએસઈ બોર્ડનું પરિણામ પણ આ વર્ષે ખૂબ જ ઉંચું આવ્યું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી. દેશના અંદાજિત 18 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામ વિદ્યાર્થીઓ CBSEની વેબસાઇટ પરથી જાણી શકશે.
આ તમામ વિદ્યાર્થીઓનું પરિણામ CBSE બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે એકંદરે પાસ સ્ટુડન્ટ્સની ટકાવારી 87.98% હતી. આ વર્ષે છોકરીઓનું પરિણામ છોકરાઓ કરતા 6.40 ટકા સારું રહ્યું છે.
તિરુવનંતપુરમનું રિઝલ્ટ સૌથી વધુ આવ્યું
મળતી માહિતી મુજબ આ વર્ષે સૌથી સારું પરિણામ તિરુવનંતપુરમનું આવ્યું છે. આ રાજ્યની પાસ થવાની ટકાવારી 99.91% છે. વિજયવાડા 99.04 ટકા સાથે બીજા સ્થાને છે. ચેન્નાઈના વિદ્યાર્થીઓએ 98.47 ટકા સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. જ્યારે પ્રયાગરાજનું પરિણામ 78.25 સાથે સૌથી નીચલા સ્થાને રહ્યું છે.
24068 વિદ્યાર્થીઓના 95% કરતા વધુ માર્કસ આવ્યા
CBSE બોર્ડની ધોરણ 12મી 2024ની પરીક્ષામાં 116145 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. 24068 વિદ્યાર્થીઓ એવા છે જેમણે 95 ટકા કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે. 122170 વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવી પડશે, જેનું સમયપત્રક બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે