Madhya Gujarat

પાટીદારની દિકરીઓને વિધર્મીથી બચાવવા શિબિર યોજાશે

આણંદ : ચરોતર સહિત મધ્ય ગુજરાતમાં વધી રહેલા લવજેહાદના કિસ્સામાં પાટીદાર સમાજની દિકરીઓને બચાવવા માટે શિબિરો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત સમસ્ત પાટીાદર સમાજ દ્વારા આત્મચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લા સહિત મધ્ય ગુજરાતના 30 જેટલા સમાજના 125 આગેવાનો હાજર રહ્યાં હતાં અને અનેક મહત્વની બાબત પર ચર્ચા કરી હતી.

મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આત્મચિંતન શિબિર ભાયલી મુકામે યોજાઇ હતી. જેમાં મધ્ય ગુજરાતના જુદા જુદા 30 સમાજના 125 જેટલા અગ્રણીઓ મળ્યાં હતાં. જેમાં વાકળ સમાજના અરવિંદભાઈ પટેલ, નીતિનભાઈ પેટલ, બાવીસ ગામ ચરોતર લેઉઆ પાટીદારના જયપ્રકાશભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, વડોદરા દક્ષિણ વિભાગના હસમુખભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, કાનમ પાટીદાર સમાજના સુનીલભાઈ પટેલ, પાંચ ગામ (પોસુન)ના સત્યેનભાઈ પટેલ, 24 ગામના હિતેન્દ્રભાઈ, ઉમીયા માતા સમાજના કમલેશભાઈ, શ્રી બાર ગામ સમાજના ભરતભાઈ પટેલ, એકવીસ ગામ સમાજના જયેશભાઈ, સોળ ગામ (મુવાલ)ના વિનય પટેલ, સોળ ગામ ચરોતરના ડો. પરેશ પટેલ, રસીક પટેલ, વીસ ગામ વગેરે અગ્રણીઓ પોતાના અનુભવોની ચર્ચા કરી કેટલાક મહત્વના નિર્ણયો કર્યાં હતાં. 

ખાસ કરીને સમાજના દરેક ગામમાં 13 વર્ષથી મોટી ઉંમરની દિકરીઓને વિધર્મી સમાજ દ્વારા અપાતા પ્રલોભનથી કેવી રીતે બચાવી શકાય ? તે અંગેનું માર્ગદર્શન આપવા માટે ગામે ગામ શિબિર યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.  આ ઉપરાંત સમાજને જોડવા માટે અમે પાટીદાર એપ બનાવવામાં આવી છે. તેના થકી મધ્ય ગુજરાતના દરેક પાટીદાર સમાજ એકત્રિત થઇને આગળ વધશે. આ કાર્યક્રમનું સંચાલન બાવીસ ગામ સમાજના હિતેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને પૂર્ણાહુતિ વાકળ સમાજના નીતિનભાઈ દ્વારા કરવામાં આવી હતી.

ડોક્ટર, વકિલને ભેગા કરી સમાજની ટીમ બનાવવામાં આવશે
પાટીદાર સમાજના ડોક્ટર, વકિલ અને સરકારી અધિકારી હોય તેવા સભ્યોનો સામાજીક કાર્યમાં તેમના અનુભવોનો લાભ લેવા હેતુ તેમનો સંપર્ક કરી સમાજની ટીમ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત સમાજની અલગ સમિતિમાં 50 ટકા મહિલાને જોડી મહિલાઓમાં રહેલી અપાર શક્તિનો ઉપયોગ સમાજના કાર્યોમાં કરવો. દિકરીઓ અન્ય સમાજ દ્વારા થતી કનડગતની સામે આત્મનિર્ભર બનાવવા માટે મહિલા શક્તિનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Most Popular

To Top