National

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોન્ચ કરી બજેટ એપ

જાન્યુઆરી નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2021ના ​​રોજ બજેટ રજૂ કરશે. આ દરમિયાન શનિવારે નાણાં મંત્રીએ ‘કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ્લિકેશન’ લોન્ચ કરી હતી. બજેટને લગતી તમામ માહિતી આ એપ્લિકેશન પર ઉપલબ્ધ થશે. લોકસભા-રાજ્યસભાના સાંસદો ઉપરાંત સમાન્ય લોકો પણ આ એપનો ઉપયોગ કરી શકશે.

•કોરોના મહામારીને જોતાં આ વર્ષે નાણાકીય વર્ષ 2021-22નું બજેટ પ્રકાશિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આઝાદી બાદ આ પ્રથમ વર્ષ છે જ્યારે બજેટનાં કાગળો પ્રકાશિત થવાના નથી. આ બજેટ સંપૂર્ણપણે પેપરલેસ હશે. નાણાંમંત્રી સોફ્ટ કોપી દ્વારા સંસદમાં બજેટની માહિતી આપશે.

નાણાં મંત્રાલય દર વર્ષે બજેટ દસ્તાવેજોની પ્રિંટિંગ શરૂ કરતાં પહેલા હલવા વિધિ કરે છે. જેનું આયોજન સંસદમાં બજેટ રજૂ થયાના એક અઠવાડિયા પહેલા નોર્થ બ્લોકના બેસમેન્ટમાં થાય છે. આ કાર્ય માટે ઓછામાં ઓછા 100 લોકોની જરૂર છે. આ લોકોએ પ્રિંટિંગ કાર્ય માટે 15 દિવસ નોર્થ બ્લોક બેસમેન્ટમાં રહેવું પડે છે.

આ એપ પર બજેટ સાથે જોડાયેલા તમામ 14 દસ્તાવેજો ઉપલબ્ધ હશે. તેમાં વાર્ષિક નાણાકીય સ્ટેટમેન્ટ, અનુદાન માટેની માંગ, નાણાકીય બિલનો સમાવેશ છે. આ એપ યુઝર ફ્રેંડલી છે. જેમાં, એમ્બેડ, પ્રિંટિંગ, સર્ચ, ઝૂમ-ઇન અને આઉટ, દ્વિપક્ષીય સ્ક્રોલિંગ, એક્સટર્ન ટેબલ અને બાહ્ય લિંક્સની સુવિધા ઉપલબ્ધ છે.

આ એપ હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે. શનિવારે નોર્થ બ્લોકમાં હલવા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણામંત્રી નિર્મલા સીતારમણ, રાજ્ય નાણાંમંત્રી અનુરાગ ઠાકોર અને નાણાં મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top