Sports

ઓલિમ્પિક્સ મેડલિસ્ટ બોક્સર લવલીના બોરગોહેનને બોક્સીંગ ફેડરેશન પર મૂક્યો માનસિક ત્રાસનો આરોપ

બર્મિંઘમ: ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં (Tokyo Olympic Games) બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીતનારી ભારતીય મહિલા બોક્સર (Boxer) લવલીના બોરગોહેને બોક્સીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (બીએફઆઇ) પર ગંભીર આરોપ મૂકતા કહ્યું હતું કે બોક્સીંગ ફેડરેશનના ગંદા રાજકારણને કારણે તે પોતાની ટ્રેનિંગ (Training) પર ધ્યાન આપી શકતી નથી. લવલીનાએ બીએફઆઇ (BFI) પર માનસિક ત્રાસનો આરોપ મૂક્યો છે. બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં જોતરાયેલી લવલીનાએ આ ગેમ્સ શરૂ થવા પહેલા કહ્યું છે કે બીએફઆઇના કારણે તે પોતાની ટ્રેનિંગ કરી શકતી નથી.

  • કોમનવેલ્થ ગેમ્સ પહેલા ઓલિમ્પિક્સ મેડલિસ્ટ મહિલા બોક્સર લવલીનાએ બોક્સીંગ ફેડરેશન પર મૂકેલા આરોપને પગલે સનસનાટી
  • બોક્સીંગ ફેડરેશનમાં ચાલતા ગંદા રાજકારણને કારણે કોચ સંધ્યા ગુરંગ ગેમ્સ વિલેજ ન આવવા દેવાતા ટ્રેનિંગમાં ધ્યાન નથી આપી શકતી : લવલીના


લવલીનાએ ટ્વિટર પર એક લાંબી પોસ્ટ મૂકીને પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે બીએફઆઇના અધિકારીઓ મારી કોચ સંધ્યા ગુરંગજીને વારંવાર ગેમ્સ વિલેજ આવતા અટકાવી રહ્યા છે, જેના કારણે હું ટ્રેનિંગ કરી શકતી નથી અને તેના કારણે મને માનસિક ત્રાસ થઇ રહ્યો છે. લવલીનાએ પોતાની પોસ્ટમાં એવો પણ આરોપ મૂક્યો હતો કે 28 જુલાઇથી શરૂ થઇ રહેલી ગેમ્સ પહેલા મારી કોચ સંધ્યા ગુરંગને મને જાણ કર્યા વગર હટાવી દેવાયા હતા અને પછી જ્યારે અંતે ફરી સામેલ કરાયા તો હવે તેમને ગેમ્સ વિલેજમાં એન્ટ્રી નથી મળી રહી, જેનાથી મારી તૈયારીઓને અસર પડી રહી છે. એ ઉલ્લેખનીય છે કે સંધ્યા ગુરંગને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરાઇ ચૂક્યા છે.

જાણો કોણ છે લવલીના બોરગોહેન
લવલીના બોરગોહેન 24 વર્ષની ભારતના પૂર્વોત્તર રાજ્ય અસમની રહેવાસી છે. તેનો જન્મ ઑક્ટોબર 1997ને અસમના ગોલાઘાટમાં થયો હતો. તેમના પિતાનું નામ ટિકેન બોરેગોહેન તેમજ માતાનું નામ મમોની બોરગોહેન છે. લવલીનાને બે મોટી બહેન પણ છે. તેની મોટી બહેને કિક બૉક્સિંગમાં તેનું કરિયર બનાવવાની ઈચ્છા જાહેર કરી હતી. 2006માં લવલીના બોરગોહેનને અર્જુન એવોર્ડથી સમ્માનિત કરાવામાં આવી હતી. લવલીના બોરગોહેનના નેટવર્થની વાત કરીએ તો 2020માં તેનો નેટવર્થથી 1 મિલિયનથી 3 મિલિયન ડૉલર જાણવામાં આવ્યું હતું.

Most Popular

To Top