Business

ભોગ અને યોગ વચ્ચે વિવેક કેળવો

કોણ જાણે કેમ હંમેશા આ સંસારમાં બે પ્રકારના માણસો જોવા મળે છે. એક એવો વર્ગ છે જે કાલ કોણે જોઈ જે કરવું હોય તે મોજ મઝા આજે જ કરી લો એવું સમજી ભોગ ને રોગની કક્ષાએ જીવનમાં અપનાવી લે છે. બીજો એવો વર્ગ છે જે ભોગને જ નહી આ જીવનને પણ એક રોગ જ સમજી જીવનમાં આનંદ ને સ્થાન જ નથી આપતો. જ્ઞાનીજનો તો કહે છે આ અર્ધસત્ય સમજણ છે જ્યારે પરમ સત્ય તો ક્યાંક મધ્યમ માં રહેલું છે. બુધ્ધે પણ શિષ્યત્ને કહ્યું કે જો સિતારના તાર જો અતિ ખેંચેલાં રાખીએ તો તે વગાડતા તૂટી જવાનો પૂરો સંભવ છે. જો તારને સાવ ઢીલા છોડીશું તો તેમાંથી સંગીત નિપજવું શક્ય જ નથી. એવું જ કંઈક જીવન અંગેના સત્યનું પણ સમજવું. જો ભોગના તાર ઢીલા છોડીશું કે જીવનની આવશ્યકતાના તારને અતિ ખેંચેલા રાખીશું તો જીવનમાંથી ક્યારેય મધુર સંગીત ઉપજશે જ નહિ, આમ જીવનનું પરમ સત્ય પામવું હશે તો તેને ક્યાંક મધ્યમમાં જ ખોળવું પડશે. આને જ શ્રી રામે મર્યાદા કહી છે. શ્રી કૃષ્ણે સ્થિત પ્રંશસા કહી છે. શ્રી સાંઈએ શ્રધ્ધા સબૂરી કહી છે. રજનીશજીએ સાક્ષિભાવ કહ્યાં છે. જીવનમાં ભાંગનું સ્થાન રોગની કક્ષાએ ન આપવું અને ભોગ માત્રને રોગ ગણીને ના ધૂત્કારવું તોજ મધ્યમાં રહેલા સત્યને પામીશું અને જીવનમાં પરમ સત્ય થકી પરમાત્મા એટલે પરમ આનંદ ને પામીશું.
નવસારી – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જીંદગીના ચોપડામાં સરવાળો માંડજો

આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો – જીંદગીના સમસ્ત માનવ સમુદાય એ ચાહે ધર્મ-અધ્યાત્મવાદી હોય અથવા ઉપભોક્તા વાદનાં દાયરામાં ભૌતિક સુખ-સાહ્યબી, લખલૂટ નાણાં – સંપતિ ધરાવતો હોય, હંધાયમાં સત્વ, રજસ અને તમસ ગુણનો આવિર્ભાવ અચૂક જ જોવા-જાણવા મળે છે. માનવ અવસર મહામૂલો છે, તેને કઈ ઘરેડમાં લઈ જવો તે આપણા હાથની વાત છે ! સમાજમાં સંત-મહંતો, અધ્યાત્મ વિદ્યાનાં તજજ્ઞો, સતનો રસ્તો અપનાવી, સાચા અર્થમાં માણસાઈ પ્રાપ્ત કરી, ઈશ્વર-ખૂદા-પરવરદિગારને પ્યારા અને નેકદિલ થવા નિરંતર શીખામણ બોધ-ઉપદેશ આપતા રહ્યા છે, ઉપરોક્ત પદના રચિયીતા સંતશ્રી ભવદાસજીએ ખૂબજ સચોટ, જીંદગીના જરૂરી અને આવશ્યક લેખાં-જોખાંના તાળો મેળવવા માટે મરમી શબ્દો દ્વારા આપણને સચેત કીધા છે. અમારા મૌઝા પંથકના નિરાંત આચાર્યશ્રી દલસુખદાસ મહારાજ, પોતાની આગવી શૈલી અને મધુર કંઠે ઉપરોક્ત પદને વ્હેતું મૂકે ત્યારે સૌનાં હૃદયને ઝંકૃત-પ્રફૂલ્લિત અને આનંદથી તર-બતર થઈ પોતાનાં સદ-અસદ કર્મો, માણસાઈ, સેવા-સદભાવ, પૂરૂષાર્થ – પરમાર્થનું સરવૈયું લેખાં-જોખાં કાઢવાનું મન થઈ જાય !! બેશક, ‘‘જાગ્યા ત્યાંથી સવાર’’ ની ઉક્તિએ આપણે સાબદાં થઈ, અંતરાત્માંના અવાજને અનુસરી, ખૂદ જ દૃષ્ટા અને સાક્ષી ઠેરવીને જીવનને ધન્ય બનાવીએ
કાકડવા (ઉંમરપાડા)        – કનોજભાઈ વસાવા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top