Charchapatra

હોડી દુર્ઘટના

તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૪ ને ગુરૂવારના રોજ વડોદરાના હરણી તળાવમાં થયેલ હોડી દુર્ઘટનામાં ૧૨ બાળકો અને ૨ શિક્ષકોના કમોતથી વડોદરા સહિત સમગ્ર ગુજરાતના સંવેદનશીલ લોકો શોકગ્રસ્ત બની ગયા છે. મૃતકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનો પર આવી પડેલ આપત્તિ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના. આ ઘટનાથી સુરતની તક્ષશિલા, મોરબીની બ્રીજ ઘટના લગભગ બધા જ લોકોને યાદ આવી ગઈ. દરવખતની જેમ ટીવી, સમાચારપત્રો સહિતના સોશિયલ મીડિયા પર દુઃખ, દિલાસો, ઘટનાનું વિશ્લેષણ, જવાબદારો અંગેના મંતવ્યો રજૂ થાય ત્યારે સંવેદનશીલતા મરીપરવારી નથી એવો અહેસાસ થાય છે.

પરંતુ આવી ઘટના માટેના જવાબદાર પરિબળોને નાબુદ કરવાના કે એની પર અંકુશ લાવવાના પ્રયત્નો અંગે જે ફોલોપવર્ક થવું જોઈએ, જે જાગરુકતાનું સાતત્ય જળવાવું જોઈએ એનો સરકાર, વહીવટીતંત્ર અને સ્થાનિક નેતાગીરીમાં કઈંક અંશે અભાવ જણાય આવે છે. આમજનતામાંથી કેટલાક લોકો જાગૃત હોય પણ એની પીપૂડી મોટેભાગે કોઈને સંભાળતી નથી. આશા રાખીએ કે આવી ઘટનાઓ માટે ખરેખર જે જવાબદાર હોય એમની સામે યથાયોગ્ય કાર્યવાહી, સજા થાય અને માનવીય ભૂલ, બેદરકારી, લાલશા કારણભૂત હોય એવી આ છેલ્લી ઘટના હોય.
સુરત     – મિતેશ પારેખ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વિકાસ ભવિષ્યના વિચાર સાથે હોવો જોઈએ
વિકાસના આવેગમાં એ ભુલાઈ રહ્યું છે કે અનાજ આખી જીવતદાન આપતી જમીન ટી રહી છે. વિકાસ માટે ફલાય ઓવર બ્રીજ હાઈવે જરૂરી છે કેમ કે વધતી વસ્તી સાથે તાલમેલ રહે પરંતુ ત્યારે વિચારવાનું એ રહે છે કે જમીન ઘટતી જશે. વસ્તી વધતી જશે તો જીવીશું કેમ? અને તેથી જ નકલી વિશેષણ પ્રચલિત થવા માંડયું છે. મોટા મોટા મંદિરો, નવું સંસદભવન હીરાબુર્શ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટાટા ઉદ્યોગને નેનોકાર ઉત્પાદન માટે આપેલ વિશાળ જમીન પ્રોજેકટ બંધ થતા. બિન ઉત્પાદિત હાલતમાં પડી રહી છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમ્યાન ખાનગી કંપનીઓ દ્વારા 45 લાખ કરોડનું રોકાણ કરશે. નફો ગુજરાત બહાર જશે જમીન ગુજરાતની બરબાદ થશે સાથે સાથે વૃક્ષોનો નાશ થશે અને સાથે પર્યાવરણ બગડશે તે વધારાનું વાસ્તવિકતા એ છે કે છતિશગઢમાં કોલસાની ખાણો માટે 137 હેકટરમાં ફેલાયેલા જંગલના 2.50 લાખથી વધુ વૃક્ષો કાપવાની તૈયારીમાં 15000 વૃક્ષો કાપવાનું શરૂ થઇ ગયું છે. જમીનનો છેદ ઉડી જશે. તો આવનાર દિવસોમાં મોંઘવારી ખૂબ વધશે. પ્રજા બુલેટ ટ્રેઇનમાં બેસવા સક્ષમ રહેશે ખરી? પર્યાવરણ બગડતા કમોસમી વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી જશે. શુદ્ધ હવા ન મળતા રોગો વધવાની આશંકા પણ વધી શકે. આ ચિંતા સાથે ચિંતનનો વિષય છે.
અમરોલી          – બળવંત ટેલર    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top