Charchapatra

ભાજપના ભેદી સોદેબાજો

તાજેતરમાં ભાજપના પ્રવકતા જેની નિમણૂક ખુદ અમિત શાહે કરેલી એ નુપૂર શર્માએ મહંમદ પયગંબર વિશે વિવાદી ટીપ્પણી કરતા આખા મુસ્લિમ વિશ્વમાં એના ઘેરા પ્રત્યાઘાત પડતાં જ ભાજપ નેતાઓ એનાથી દૂર હટી ગયા. હવે નુપૂર શર્માના વિધાનને બહાલી આપનાર એક દરજીની ઉદેપુરમાં જે કટ્ટવાદીઓએ હત્યા કરી, એમાનો એક તો BJP લઘુમતિ મોરચાનો સક્રિય કાર્યકર નીકળ્યો! તસ્વીરો સાથે એ બાબત જાહેર થતાં જ ભાજપવાળાઓએ ફેરવી તોળ્યું કે એ અમારો સભ્ય જ નથી! હવે જુઓ ભૂતકાળમાં સુરતના વરાછા રોડ ઉપર કટ્ટરવાદીઓએ બોંબ ધડાકા કરેલા તે કેસના આરોપીઓને હાઇકોર્ટ સુધી 20 વર્ષની સજા થયેલી. ત્યાર બાદ કોઇ ભેદી સોદાબાજી થતા તમામ આરોપી સુપ્રિમમાં છૂટી ગયા અને આજે એ જ કટ્ટરવાદીઓમાંથી એકનો ભાઇ ભાજપ લઘુમતિ સેલનો આગેવાન છે.

એ જ રીતે 4 / 6 વર્ષ પહેલા સુરતમાંથી અફરોજ ફટ્ટા નામનો હવાલા કૌભાંડી પકડાયેલો, જેના નામે અખબારી અહેવાલો પ્રમાણે 35,000 કરોડનું જંગી કૌભાંડ હતું. પરંતુ તપાસમાં એ કૌભાંડીના નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ ઉપરના ફોટા બહાર આવતા જ આ જંગી કૌભાંડનું પીંડુ વાળી દેવાયું. આજે એ કૌભાંડી કર્યા છે? એ કેસનું શું થયું? કયાંય કઇ સંભળાય છે. એ જ રીતે અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર ક્રુઝ જહાજ ઉપરથી ડ્રગ્સ કાંડમાં પકડાયેલો એને છોડાવવા માટે એક ઘૂસપૂસ મુજબ સુરતના એક નેતા મારફત 17,000 કરોડમાં સોદો થયો હોવાની ચર્ચા છે. એ જ પ્રમાણે ગુજરાતના બંદરો ઉપરથી દર 15 દિવસે 500, 700 કે 1200 કરોડના ડ્રગ્સ કન્સાઇમેન્ટ પકડાય છે, પરંતુ ડ્રગ્સ મંગાવનાર મૂળ આરોપીઓ કે વ્યકિતઓ કદી પકડાતા નથી! આમ કેમ થાય છે એ વિચારી લેજો! કયા સોદા થાય છે, કોણ સોદાબાજી કરે છે એ કયારેય નહીં પકડાય!
સુરત     – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top