National

વરિષ્ઠ બીજેપી નેતા તેમજ પશ્ચિમ બંગાળના પૂર્વ રાજયપાલ કેશરીનાથ ત્રિપાઠીનું નિધન

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) વરિષ્ઠ નેતા પશ્ચિમ બંગાળના પૂર્વ રાજયપાલ કેશરીનાથ ત્રિપાઠીનું (Kesharinath Tripathi) 8 જાન્યુઆરી સવારે 5 વાગ્યે પ્રયાગરાજમાં નિધન (Death) થયું હતું. જણાવી દઈએ કે કેશરીનાથ ત્રિપાઠીનું નિધન 88 વર્ષે થયું હતું. જણાવી દઈએ કે કેએન ત્રિપાઠીએ આજે પ્રયાગરાજમાં પોતાના ઘરે અંતિમશ્વાસ લીધી છે. બે દિવસ પહેલા જ પૂર્વ રાજયપાલ કેશરીનાથ ત્રિપાઠી ને પ્રયાગરાજ સ્થિત એકયૂરા ક્રિટિકલ કેર હોસ્પિટલથી (Hospital) ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યાં ડોકટરો (Doctor) તેઓ ઉપર નજર રાખ્યા હતા.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પંડિત કેશરીનાથ ત્રિપાઠીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો
  • બીજેપીના સિનિયર નેતા કેશરીનાથ ત્રિપાઠી ત્રણવાર વિધાનસભા અધ્યક્ષ રહી ચૂકયા હતાં
  • કેએન ત્રિપાઠીએ આજે પ્રયાગરાજમાં પોતાના ઘરે અંતિમશ્વાસ લીધા

બીજેપીના સિનિયર નેતા કેશરીનાથ ત્રિપાઠી ત્રણવાર વિધાનસભા અધ્યક્ષ રહી ચૂકયા હતાં. કેશરીનાથનો જન્મ 20 નવેમ્બર 1934માં થયો હતો. પંડિત કેશરીનાથ ત્રિપાઠીએ પોતાના પિતાની સાત સંતાનોમાં ચાર છોકરી અને ત્રણ છોકરાઓમાં સૌથી નાના હતા. જુલાઈ 2014થી જુલાઈ 2019 સુઘી પ્રશ્ચિમ બંગાળના રાજયપાલ રહ્યાં છે. એટલું જ નહિં કેશરનાથે બિહાર, મેધલય તેમજ મિઝોરમના રાજયપાલ પણ રહી ચૂકયા હતા. આ ઉપરાંત કેશરીનાથ ત્રિપાલ બીજેપી ઉત્તરપ્રદેશના અધ્યક્ષ રહી ચૂકયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પંડિત કેશરીનાથ ત્રિપાઠીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ તેમના ટ્વીટમાં લખ્યું, “શ્રી કેશરીનાથ ત્રિપાઠીજીને તેમની સેવા અને શાણપણ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ બંધારણીય બાબતોમાં સારી રીતે જાણકાર હતા. તેમણે યુપીમાં બીજેપીના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને રાજ્યની પ્રગતિ માટે કામ કર્યું હતું. “મહેનત કરી. તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.”

Most Popular

To Top