Dakshin Gujarat

પાણીની મોટર ચાલુ કરવા જેવી નજીવી બાબતે બે પરિવાર એવા બાખડ્યા કે પોલીસ દોડતી થઈ

બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકના ઊંડાચ ગામે એક જ ફળિયામાં રહેતા બે પરિવારો વચ્ચે પાણીની મોટર ચાલુ કરવા મુદ્દે ઝઘડો (Quarrel) થતાં સામસામી મારામારીની ફરિયાદ પોલીસમાં (Police Complaint) નોંધાતા ત્રણ મહિલા સહિત આઠ સામે જાહેરનામાંનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

  • બીલીમોરાના ઊંડાચમાં પાણીની મોટર ચાલુ કરવા મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારી
  • પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી 3 મહિલા સહિત 8 લોકો સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ઉડાછ કાછલ ફળિયામાં હેન્ડ પંપમાંથી પંપ કાઢીને ઈલેક્ટ્રીક મોટર મૂકવામાં આવી હતી, જેને ફળિયાના બધા જ રહીશો વપરાશ કરે છે. તારીખ 27/4/2023એ ફળિયામાં રહેતા ભગુભાઈ નાયકા તેમની પડોશમાં રહેતી નીરૂબેન નાયકાના ઘરે મોટર ચાલુ કરવા ગયા હતા પણ કોઈ કારણોસર પાણી નહીં આવતા ભરત નાયકા, યોગીતાબેન નાયક, અજય નાયક અને જયેશ નાયકએ નીરૂબેન અને તેના ભાણેજ પ્રકાશ સાથે મારામારી કરી લાકડાના ફટકા મારી જાનથી મારી નાખવાની ફરિયાદ નીરૂબેનને પોલીસમાં નોંધવી છે.

જોકે સામે ભરતભાઈ નાયકાએ પણ નીરૂબેન નાયક, પ્રકાશ નાયકા, ભાવના નાયકા, અને સોમાભાઈ નાયકા સામે પણ આજ મુદ્દે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી 3 મહિલા સહિત 8 લોકો સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાપી સ્ટેશનથી હથકડી સેરવી ભાગી ગયેલો ચોર બોઈસરથી ઝડપાયો
વાપી : વાપી રેલવે પોલીસે મોબાઈલ ફોન ચોરીના ગુનામાં રાહુલ ઉર્ફે કાલિયા ગોપાલ ઠાકુર (રહે. ધારી તળાવ, વિરાર, મુંબઈ)ને ઝડપી પાડી ત્રણ ચોરીના ગુના ઉકેલી કાઢ્યા હતા. પકડાયેલા ઈસમને કોવિડ ટેસ્ટ કરાવી પોલીસ મથકે લવાયો હતો. જો કે, પોલીસને ચકમો આપી હથકડીમાંથી હાથ સેરવી તે ફરાર થઈ ગયો હતો. પોલીસે તેનો પીછો કરતા તસ્કર મેમુ ટ્રેનની ખાલી રેક પસાર થતી હોય તેમાં ચડી ગયો અને ચાલુ ટ્રેને જ બીજી તરફ ઉતરી ગીતાનગર તરફની સીડીથી ભાગી છૂટ્યો હતો.

પોલીસે પણ તેની શોધખોળ કરી છતાં કોઈ પત્તો મળ્યો ન હતો. જે બનાવ બાદ પોલીસે તેની સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે, બનાવ બન્યા બાદ પોલીસે દરેક ટ્રેનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા પોલીસને ચકમો આપનાર રાહુલને મુંબઈના બોઈસર રેલવે સ્ટેશન વિસ્તારથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી. તેને વાપી રેલવે પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top