Charchapatra

શ્રેષ્ઠ દાન

થોડા દિવસ પહેલાં વાંચવામાં આવેલ કે દેવગઢ બારીઆમાં દાહોદના ઝાલોદ તાલુકાના વરોડ ગામના સુનિલભાઇ રામસિંહભાઇ ડામોરની પત્નીએ સીઝેરિયન દ્વારા ગત મહિનાની ૨૭ મી તારીખે પરંતુ બે દિવસ પછી બાળકને શ્વાસોચ્છવાસમાં અવરોધ ઊભો થવાને કારણે મૃત્યુ પાક્યુ. આ કુટુંબના સભ્યો સહિત કોઇ પણ વ્યક્તિ વ્યથિત થઇ જાય એ સ્વાભાવિક છે, પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં પણ બાળકના પિતાએ સમાજસેવાના ઉમદા ભાવથી આ મૃત બાળકના દેહનું હોસ્પિટલને દાન કરવાનો વિચાર કરી એની પત્નીને વાત કરી.  કુટુંબનાં સર્વે સભ્યોએ શોકમાં ડૂબેલ હોવા છતાં સ્વસ્થતા પ્રાપ્ત કરી નિખાલસપણે ચર્ચા કરી દાખલારૂપ નિર્ણય લઇ  દેહદાનનો નિર્ણય લીધો. સામાન્ય લાગતા કહેવાતા નાના માણસો પણ પોતાના સમાજના અને અન્ય લોકોના ટીકા-ટીપ્પણ કે મેણાં ટોણાંનો ડર રાખ્યા વિના આવો ત્વરિત નિર્ણય સર્વસંમતિથી લઇ શકે છે. એક વ્યક્તિ દ્વારા થતા દેહદાન કે અંગદાન કેટલી વ્યક્તિઓને ઉપયોગી થઇ પડે છે એ તો જે જરૂરતમંદ બિમાર લોકોને આવા અમૂલ્ય દાનનો લાભ મળ્યો હોય એ લોકો જ અનુભવી શકે. સુનિલભાઇ ડામોર અને એમનાં કુટુંબીજનો  વંદનને પાત્ર છે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top