Charchapatra

સાવધ થઇ જાઓ નહિંતર ગરમી મારી નાંખશે

ગત જૂન મહિનો 1901 પછી સૌથી ગરમ રહ્યો દર વર્ષે દૂનિયાના ગણા દેશોમાં અને આપના દેશમાં પણ ગરમી વધતી જાય છે એનું કારણ કે આપણે ઉદ્યોગો સ્થાપવા કે માનવ વસવાટ માટે સોસાયટીઓ બનાવવી પડે છે તે કારણે વૃક્ષોનું નિકંદન નીકળતું જાય છે. આપણે ત્યાં અગાઉ જે તળાવો હતા તે પૂરી દેવામાં આવ્યા છે. અથવા પુરાઇ ગયા છે. વધતી ગરમીને કાબુમાં લાવવા શહેરોમાં કે આજુબાજુના વિસ્તારમાં તળાવો બનાવવા જોઇએ અસલમાં રાજા રજવાડાઓ પ્રજાની જરૂરિયાત પ્રમાણે કુવા અને પાણીનો સંગ્રહ કરવા તળાવો બનાવતા કેટલીય કલાત્મક વાવો પણ બનાવી હતી.

હાલ ગરમીમાં રાહત થાય તે માટે આપણે શહેરની ફરતે તળાવો બનાવવા જોઇએ તે આપણે બનાવી શકતા નથી. વધતી ગરમીને કાબુમાં લાવવી હોય તો શહેરોમાં અને દરેક ગામડાઓમાં જયાં પણ ખુલ્લી જગ્યા દેખાય ત્યાં વૃક્ષારોપણ કરવાની ખાસ જરૂર છે. જેથી કપાયેલા વૃક્ષની જગ્યાએ નવા વૃક્ષો ઉગે તો પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે દેશની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકા અને ગામ પંચાયતો વૃક્ષારોપણની ઝુંબેશ ઉપાડી ઘરે ઘરે મફતમાં છોડોનું વિતરણ કરું પોતે અને લોકો પણ વૃક્ષો ઉછેરવાની જવાબદારી સ્વિકારે તો આખો દેશ લીલોછમ થઇ શકે.

અસલમાં ટેકનોલોજી ન હોવા છતા રાજાઓ પર્યાવરણ જાળવવા જે કામો કરી ગયા તે કાબીલે તારીફ કહી શકાય જો આપણે પણ તળાવો બનાવી વૃક્ષો વાવીયે તો ગરમીમાં ચોક્કસ ઘટાડો થઇ શકે છે. જો અનદેખી કરી શું અને પર્યાવરણની જાળવણી કરવામાં વિલંબ કરીશું તો આગામી વર્ષોમાં જંગલો ઘટતા જશે ત્યારે હાલ ગરમીમાં આપણા જે હાલ છે તેના કરતા અતિશય વધારો થઇ શકે છે. ત્યારે તમામ જીઓ માટે ગરમીમાં જીવવું પડકાર સમાન હશે.
સુરત     – વિજય તુઇવાલા     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top