Home Articles posted by Dilip Sinh Kshatriya
આખો દેશ જયારે કોરોના સામે લડી રહ્યો છે ત્યારે ગુજરાત સહિત આખા દેશના ખેડૂતો પણ સરકાર સાથે ખભેખભા મિલાવીને ઊભા છે, પણ ખેડૂતોને તકલીફ એટલી છે કે સરકાર એમના ખભા પર હાથ મૂકવાની જગ્યાએ ચિંતા અને દેવાનો બોજ મૂકી અને વધારી રહી છે.  દેશનો દરેક ખેડૂત પોતાની ફરજ સમજી એક સાચા સિપાહીની જેમ કોરોના સામે […]
હિંદુ સંસ્કૃતિ અને પુરાણોમાં રક્ષાબંધનને અનેરું મહત્ત્વ અપાયું છે. એક કથા મુજબ મહાભારતમાં શિશુ પાલે ભરી સભામાં ભગવાન શ્રીકૃષ્ણની ટીકા કરી. શ્રીકૃષ્ણે વચન આપ્યું હતું કે શિશુપાલની 100 ભૂલો માફ કરીશ, ભરી સભામાં શિશુપાલે કૃષ્ણનું અપમાન કરતાં કરતાં જેવી ૧૦૦ ભૂલોની સીમા ઓળંગી કે તુરંત જ ભગવાન શ્રીકૃષ્ણે તેના સુદર્શન ચક્ર દ્વારા તેને તેની સજા […]
15 મી ઓગષ્ટ 2021 ના રોજ આઝાદી 75 મા વર્ષમાં પ્રવેશશે. આ ઘટના કોઈ પણ એક દેશ માટે, દેશનાં નાગરિકો માટે,પ્રજા માટે, અધિકારીઓ માટે,નેતાઓ માટે ગર્વની ક્ષણ છે.કોઈ એક દેશ સંપૂર્ણ લોકશાહી ઢબથી 75 વર્ષે અડીખમ ઊભો હોય તો એનાથી વધારે ગર્વ કરનારી ક્ષણ કઈ હોય? હા, એ વાત અલગ છે કે છેલ્લાં બે વર્ષમાં […]
અમરસિંહ ભીલાભાઈ ચૌધરી ગુજરાતના પહેલા આદિવાસી મુખ્યમંત્રી હતા.અમર સિંહ ચૌધરી નો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામ માં રહેતા આદિવાસી કુટુંબમાં જુલાઇ ૩૧ ૧૯૪૧ ના રોજ થયો હતો.તેમની સાથે ગુજરાતના રાજકારણનો એક આખો દાયકો કે યુગ સંકળાયેલો છે. એમના જન્મ દિવસે અમરસિંહ ચૌધરીની મુખ્યમંત્રી બનવાની […]
ફરી એક વાર મુંબઈમાં પાણીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.આ સ્થિતિને કારણે માત્ર મુંબઈ,મહારાષ્ટ્ર,ગુજરાત માટે નહિ, આખા દેશને ચિંતા છે કે દર વખતે કેમ આવું થાય છે? કેમ કરોડોના ટેક્ષ ઉઘરાવતી સરકાર એવું કોઈ નક્કર આયોજન નથી કરતી કે દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈ વરસાદમાં થંભી ન જાય? દર વખતે જયારે જયારે વરસાદ થાય એટલે […]
કોરોના મહામારીએ એના અજગર ભરડામાં એક બે દેશ નહિ આખા વિશ્વને લીધું છે. કોરોનામાં માત્ર વ્યક્તિ શારીરિક નહિ પણ માનસિક,આર્થિક રીતે પણ હવે ભાંગી રહ્યો છે.સરકાર કોરોનામાંથી લોકોને બેઠા કરવાની, અર્થતંત્રને બેઠા કરવાની અનેક દવાઓ આપી હોવાનો દાવો કરે છે. આર્થિક પેકેજના ઓક્સિજન આપે છે ત્યારે પ્રશ્ન એટલો છે કે જો હવે ત્રીજી લહેર આવી […]
25 જૂનને ભારતની લોકશાહી માટે કાળો દિવસ ગણવામાં આવે છે.હાલના સત્તા પક્ષ ત્યારના વિરોધ પક્ષના અનેક નેતાઓ નેતા બન્યા એની પાછળનું કારણ પણ કદાચ આ જ કાળો દિવસ હતો. કોઈ પણ લોકતંત્ર માટે કટોકટી એ લોકશાહીની હત્યા સમાન જ છે.આજે લોકશાહી અને આઝાદીની વાતો કરતી સરકારે ફરીથી એ જ ચર્ચા કરવા મજબૂર કરી દીધા છે […]
ગુજરાતનો રાજકીય ઇતિહાસ તપાસશો તો ખ્યાલ આવશે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય સફળ થયો નથી. ગુજરાતની પ્રજા કદાચ આર અને પારની રાજકીય લડાઈમાં હંમેશા બે પક્ષો પર ભરોસો રાખે છે. કદાચ એટલે જ ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણી પછી ખાસ કરીને સુરતમાં આમ આદમી પાર્ટીના વિજય પછી ફરી આ જ ચર્ચાઓ થવા લાગી છે કે ગુજરાતમાં ત્રીજો […]
પાટીલ અને પટેલ એક થઇ ગયા છે? ગાંધીનગરમાં એક ચર્ચા હાલ ખૂબ જોરમાં છે કે પાટીલ અને પટેલ એક થઇને સરકારને દોડતી કરી રહ્યા છે. ભાજપમાં રહેલા એક નેતાનું માનીએ તો છેલ્લા કેટલાક સમયથી ભાજપનું જ એક ચોક્કસ ગ્રુપ સરકાર વિરુદ્ધ લાગેલું છે. એમાં પાટીલની સહાય મળી છે અને છૂપી રીતે મુખ્ય મંત્રી બનતાં બનતાં […]
કોરોનાનો કપરો સમય હજી પૂરો થયો નથી,ક્યારે પૂરો થશે એ પણ ખબર નથી એવામાં તૌકતે વાવાઝોડાએ ગુજરાતના સૌરાષ્ટ્રમાં એવો ઝંઝાવાત ફેલાવ્યો કે ત્યાં રહેનારા કહે છે કે નેતાઓ તો શું હવે ભગવાન પણ અમારી મદદે નથી આવતા. આખા ગુજરાતનાં લોકો કોરોનામાંથી બેઠા થવા માટે મદદની રાહ જુએ છે ત્યાં સૌરાષ્ટ્રમાં આવેલા તૌકતે વાવાઝોડાએ માનવજીવન સામે […]