Dakshin Gujarat

બારડોલીના વ્હોરવાડમાંથી 60 લાવરી પક્ષી વેચાણ કરતો સાઇકલસવાર ઝડપાયો

બારડોલી: વન્યસૃષ્ટિમાં આકર્ષક, (Attractive) અસામાન્ય પક્ષી તરીકે વર્ણવાયેલા જાપાનીઝ કવીલ (Japanese Poet)તરીકે ઓળખાતા અને ભારતમાં બટેર (Quail India)નામે પ્રચલિત (prevalent) મધ્ય એશિયાના લાવરી પક્ષી (Lavery Bird) ઓનો જથ્થો વેચાણ કરવા આવેલા શખ્સને બારડોલી વનવિભાગ દ્વારા વિવિધ પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. જરૂરી તપાસ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે.વિવિધ ઋતુઓમાં તીડના ટોળાંની માફક મધ્ય એશિયામાંથી ભારત તથા આફ્રિકામાં સ્થળાંતર કરતા બટેર પક્ષીઓ પારધીઓની જાળમાં પકડાતા હોય છે. તથા અનેક ઠેકાણે પક્ષીઓનું સંવર્ધન પણ થાય છે.

મહારાષ્ટ્રથી આશરે ૬૦ જેટલાં બટેર પક્ષી લઈને વેચાણ માટે આવેલા સખ્શ ની અટકાયત
તેવા સંજોગોમાં બુધવારે મહારાષ્ટ્રથી આશરે ૬૦ જેટલાં બટેર પક્ષીઓ લઈને વેચાણ માટે બારડોલીના વ્હોરવાડ મુકામે આવેલા એક શખ્સને બારડોલી વનવિભાગ દ્વારા પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
બારડોલી વનવિભાગ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ પૂછપરછમાં લેવાયેલા શખ્સ પાસે ખરીદીનું બિલ અને સપ્લાય લેટર મળી આવ્યાં હતાં. જો કે, નિયમ મુજબ આ પક્ષીઓ રાખવાની અથવા તેના વેચાણની પરવાનગી જરૂરી હોવાનું જાણવા મળતાં વાઈલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ (WPA) મુજબ કસૂરવારોને આકરી સજાની જોગવાઈ હોવાનું જણાયું છે. માંસાહારના શોખીનો માટે સ્વાદિષ્ટ ગણાતા બટેર (લાવરી) પક્ષીનું બારડોલીમાં રૂપિયા 125 લેખે વેચાણ કરતા સાઇકલસવાર પાસે ટોળાં ઊભેલા જોઈ બારડોલી વનવિભાગને જાણ કરાતાં આર.એફ.ઓ. સુધા ચૌધરી દ્વારા પક્ષીઓને વનવિભાગના તાબામાં લઇ એક્ઝોટિક પક્ષીની શ્રેણીમાં જણાવાયેલા વિવિધ નિયમોના અભ્યાસ સાથે જરૂરી કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

ઉમરા રેલવે ઓવરબ્રિજ નીચે સ્ટોક યાર્ડમાંથી ઇલેક્ટ્રિક પોલ ચોરીનો ભેદ ઉકેલાયો
દેલાડ: ઉમરા ગામના રેલવે ઓવરબ્રિજથી એક ટ્રેલરચાલક રૂ.૨૩.૫૬ લાખની કિંમતના ૨૨.૧૪૯ મેટ્રીક ટન વજનના ૩૦ નંગ ઓવર હેડ ઇલેક્ટ્રિક પોલ ભરી ચોરી કરી ભાગી છૂટ્યો હતો. જે આરોપી હજીરાથી વેલંજા રંગોલી ચોકડી જતા રોડના ઉમરા ગામની સીમમાંથી આરોપી ટ્રેલર અને ચોરીના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયો હતો. જ્યારે ટ્રેલરમાં માલ ભરી આપનાર ઈસમની પોલીસ તપાસ કરી રહી છે.ભારત સરકાર દ્વારા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રાઇડ કોરિડોર પ્રોજેક્ટ શરૂ થતાં મક્કરપુરાથી જે.એન.પી.ટી. મહારાષ્ટ્ર સુધી રેલવે લાઇનના ઇલેક્ટ્રિક વર્કનો પેટા કોન્ટ્રાક્ટ એલએન્ડટી કંપનીએ રાખ્યો હતો. આ સાઇટની કામગીરી હાલ ઓલપાડના ગોથાણ ગામની રેલવે લાઇન ઉપર ચાલુ છે.

ગણતરી કરી હતી. જે દરમિયાન ૩૦ નંગ પોલ ઓછા જણાયા
જેથી L&T કંપનીએ મધ્યપ્રદેશના પ્રિતમપુરા ખાતેથી ગત તા.૨૯ ઓગસ્ટે સાઇટના કામ માટે રૂ.૪૯,૬૯,૬૪૨ કિંમતના ૬૪ ઓવર હેડ ઇલેક્ટ્રિક પોલ મંગાવ્યા હતા. જે ઉમરા-ગોથાણ ગામે રેલવે ઓવરબ્રિજ નીચે ખુલ્લા યાર્ડમાં સ્ટોક કર્યા હતા. જો કે, એક પોલનું વજન ૭૦૦થી ૮૦૦ કિ.ગ્રા.થી વધુ હોવાથી કંપનીએ ખુલ્લા યાર્ડ ઉપર સામાનની દેખરેખ માટે સિક્યુરિટી ગાર્ડ રાખ્યો ન હતો. જેનો લાભ લઈ ગત મંગળવાર, તા.૨૦ના રોજ સવારના સુમારે એક ટ્રેલરનો ચાલક ઓવર હેડ ઇલેક્ટ્રિક પોલ ભરીને જઈ રહ્યો હતો, ત્યારે ઉમરા ગામે સાઈટની વિઝિટ પર આવેલા એલ એન્ડ ટી કંપનીના આસિ. મેનેજર જિતેન્દ્ર ગૌતમચંદ્ર જૈને ટ્રેલરને જતા જોયું હતું. જેથી તેને ઇલેક્ટ્રિક પોલ ચોરી થયાની શંકા જતાં સાઇટ ઉપર પહોંચી પોલની ગણતરી કરી હતી. જે દરમિયાન ૩૦ નંગ પોલ ઓછા જણાયા હતા. આથી તેમણે ગત તા.૨૦ ના રોજ મોડી સાંજે ઓલપાડ પોલીસમથકમાં ટ્રેલરના અજાણ્યા ચાલક વિરુદ્ધ રૂ.૨૩.૫૬ લાખ મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનો નોંધાતાં ઓલપાડ પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૂળ રાજસ્થાનના કરૌલીના હીંડોળના ખેડીશીશનો વતની અને હાલ ટ્રેલરનું ડ્રાઇવિંગ કરતો ચાલક રામસિંહ શ્રીપાલ મીના પોલ ચોરી ગયો હોવાનું બહાર આવતાં તેને પોલીસે દબોચી લીધો હતો. પોલીસે આરોપીને દબોચી રૂ.૨૩.૫૬ લાખનો મુદ્દામાલ અને ટ્રેલર કબજે કરી ટ્રેલરમાં માલ ભરાવી આપનાર ઇસમની શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top