SURAT

અમને પણ રાજકીય ભાગીદારી આપો: કતારગામમા પ્રજાપતિ સમાજની વિશાળ રેલી

સુરત : વિધાનસભાની (Assembly) ચૂંટણી (Election) આવી રહી છે, જે તે વિસ્તારમાં વોટબેંક પર પ્રભુત્વ ધરાવતા સમાજોએ શક્તિ પ્રદર્શન યોજીને રાજકીય પક્ષોનું નાક દબાવવાનું શરૂ કર્યુ છે. ત્યારે પ્રજાપતિ સમાજની (Prajapati Samaj) મોટી વસતી ધરાવતી કતારગામ (Katargam) વિધાનસભા મત વિસ્તારમાં પ્રજાપતિ સમાજ દ્વારા એકતાયાત્રાનું આયોજન કરી રાજકીય ભાગીદારીની માગણી કરવામાં આવી છે. કતારગામ વિધાનસભામાં ભાજપ પાટીદારને જ ટિકીટ આપી રહ્યું હોવાથી હવે પાટીદાર સમાજ દ્વારા ટિકીટ માટે શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

પ્રજાપતિ સમાજનું આ શક્તિ પ્રદર્શન સુચક મનાઇ રહ્યું છે
કતારગામ વિધાનસભા મત વિસ્તારમાં પ્રજાપતિ સમાજના મતદારો મોટી સંખ્યામાં છે. તેથી પ્રજાપતિ સમાજ દ્વારા ધનમોરા ચાર રસ્તાથી બાપા સીતારામ ચોક સુધી એકતાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં પ્રજાપતિ સમાજના યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. કતારગામ વિધાનસભામાં હાલ પાટીદાર નેતા વિનોદ મોરડીયા ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મંત્રી પણ બન્યા છે. ત્યારે પ્રજાપતિ સમાજનું આ શક્તિ પ્રદર્શન સુચક મનાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેર ભાજપ પ્રમુખ તરીકે હાલમાં પ્રજાપતિ સમાજના જ નિરંઝન ઝાંઝમેરા છે. જ્યારે આ રેલીમાં ભાજપ સાથે સંકળાયેલા નેતાઓ તેમજ એક પૂર્વ નગર સેવક અને એક પૂર્વ મહિલા નગર સેવકના પતિની હાજરી સાથે આ શક્તિ પ્રદર્શન યોજાયું હતું. જે ઘણું સૂચક મનાઈ રહ્યું છે.

રાજકીય ભાગીદારીની માગ
કતારગામ વિધાનસભા મત વિસ્તારમાં પ્રજાપતિ સમાજના મતદારોનો પણ પ્રભાવ જોવા મળે છે. પ્રજાપતિ સમાજ દ્વારા ધનમોરાથી બાપા સીતારામ ચોક સુધી પ્રજાપતિ એકતાયાત્રા કાઢવામાં આવી હતી. પ્રજાપતિ સમાજના યુવાનો ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા. કતારગામ વિધાનસભામાં બે ટર્મથી વિનુ મોરડીયા ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે. સમાજમાં કરી રહ્યું છે કે આ વખતે તેમને રાજકીય ભાગીદારી મળે.

ટિકિટ મેળવવા છૂપો પ્રયાસ?
ભારતીય જનતા પાર્ટી દ્વારા કતારગામ વિસ્તારમાં વિનુ મોરડીયાને ધારાસભ્ય તરીકે બે વખત ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જોકે આ વખતે ટિકિટ ન મળે તેના માટે છેલ્લા થોડા સમયથી એનકેન પ્રકારે તેમને ટિકિટ ન મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

એકતાયાત્રા કાઢવા પાછળ કોઈ રાજકીય સમીકરણ કામ કરી રહ્યું છે?
પ્રજાપતિ સમાજ દ્વારા કાઢવામાં આવેલી એકતાયાત્રાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. તાજેતરમાં જ વિનુ મોરડીયા એવું કહી ચૂક્યા છે કે તેમની ટિકિટ કાપવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે પ્રશ્નો ઉભો થાય છે કે પ્રજાપતિ સમાજની એકતાયાત્રા કાઢવા પાછળ કોઈ રાજકીય સમીકરણ કામ કરી રહ્યું છે? ભાજપના હાલના કોઈ મોટા રાજકીય પદ ઉપર બેઠેલા વ્યક્તિના ઈશારે પ્રજાપતિ એકતાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે?

Most Popular

To Top